રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે પારણુ બંધાઈ ગયું છે. દિશા પરમારે એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે. ગણેશ ઉત્સવના ખાસ અવસર પર દિશા પરમાર-રાહુલ વૈદ્યના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે.
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે. સિંગર રાહુલ વૈદ્યે પોતાના ઘરે લક્ષ્મીના આવવાની ખુશ ખબર ફેંસની સાથે સોશિયલ મીડિયા પર શેર કરી. તેમણે એક ખૂબ જ સુંદર ફોટો શેર કરતા જણાવ્યું કે તે પિતા બની ગયા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
દિશા પરમારે આપ્યો દિકરીને જન્મ
એક તરફ જ્યાં ગણપતિ બાપ્પાના આવવાની ખુશી છે તો ત્યાં જ બીજી તરફ દિશા અને રાહુલના જીવનમાં એક નવી ખુશીએ દસ્તક આપી છે. બિગ બેસ 14માં જોવા મળેલા રાહુલ વૈદ્યે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં ખૂબ જ ક્યૂટ એલિફંટ છે.
તેમણે આ ફોટો એટલે શેર કર્યો કારણ કે ગણેશ ઉત્સવના અવસર પર તેમના ઘરમાં બેબી ગર્લ આવી છે. આ પોસ્ટને શેર કરતા રાહુલ વૈદ્યે કેપ્શનમાં લખ્યું, “દિકરીનો જન્મ થયો છે. મમ્મી અને બેબી બિલકુલ સ્વસ્થ્ય છે.” તેમણે આ પોસ્ટને શેર કરતા ડૉક્ટર અને અન્ય મેમ્બર્સનો ધન્યવાદ પણ કર્યો. જેમણે દિશાની ડિલિવરીમાં મદદ કરી.
View this post on Instagram
ફેંસમાં ખુશીનો માહોલ
રાહુલ વૈદ્યએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાણકારી પોતાના ફેંસ સાથે શેર કરી છે. લોકોએ તેમના પર પ્રેમનો વરસાદ કર્યો છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “તમારી દિકરીને ખૂબ પ્રેમ અને ખૂબ આશીર્વાદ” અન્ય એક યુઝરે લખ્યુ, “માશાઅલ્લાહ, તમારી દિકરી સ્વસ્થ્ય રહે અને છોટી દિશાને અમારો ખૂબ પ્રેમ.”