ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
અમેરિકામાં રહેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટસને સતત ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશનિકાલ દરમિયાન લોકોને હાથકડી પહેરાવવામાં આવે છે અને પગમાં બેડી બાંધવામાં આવે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિપક્ષના સાંસદોએ આ ઘટના પર ચિંતા વ્યકત કરી અને સરકારને પ્રશ્ર્નો પણ પૂછયા. આ દરમિયાન, વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાથકડી પહેરાવેલાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યેા છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેક્ધડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટસને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારી એક સ્થળાંતર કરનારને દેશનિકાલ માટે તૈયાર કરતો જોઈ શકાય છે. અધિકારી સ્થળાંતર કરનાર માણસને હાથકડી પહેરાવી રહ્યા છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે. વીડિયોમાં કોઈ વ્યકિતનો ચહેરો દેખાતો નથી, પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોના હાથ-પગ સાંકળોથી બાંધેલા હતા.
- Advertisement -
એક કિલપમાં, એક માણસ વિમાનમાં ચઢતો જોઈ શકાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, યુએસ લશ્કરી વિમાન દ્રારા 112 ભારતીય ઇમિગ્રન્ટસને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ શાસન હેઠળ દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટસનો આ ત્રીજો સમૂહ છે. અગાઉ, બીજી બેચમાં 116 લોકો અને પહેલી બેચમાં 104 લોકોને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યા હતા. એનબીસીના અહેવાલ મુજબ, યુએસ ઇમિગ્રેશન અધિકારીઓ વ્યકિતઓને અટકાયતમાં લેતી વખતે અને દેશનિકાલ કરતી વખતે એક સંરચિત પ્રક્રિયાનું પાલન કરે છે. આઈસીએના નિયમો અનુસાર, ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના હાથ-પગ વિમાનમાં સાંકળોથી બાંધવાના નિયમો છે. જોકે, એકવાર વિમાન તેના સ્થાને પહોંચી જાય, પછી તરત જ હાથકડી અને બેડીઓ દૂર કરવી આવશ્યક છે. દેશનિકાલ દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને કોઈપણ સામાન લઈ જવાની મંજૂરી નથી. વિમાનમાં ચઢા પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને હાથકડી પહેરાવવામાં આવે છે અને પગમાં બેડીઓ બાંધવામાં આવે છે.