ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના 2 કલાક પહેલા ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદશે, અમેરિકા પણ તે દેશના માલ પર તેટલા જ ટેરિફ લાદશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, તેમણે ગુરુવારે રાત્રે (ભારતીય સમય મુજબ 12:30વાગ્યે) આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે હજુ સુધી આ ટેરિફ કયા દેશો પર લાદવામાં આવશે તેની માહિતી આપી નથી. જોકે, તેમણે કહ્યું છે કે જે પણ દેશો અમેરિકા પર ટેરિફ લાદે છે, અમેરિકા પણ તેમના પર એટલા જ ટેરિફ લાદશે.
આવતીકાલે અમેરિકા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ મોકલશે. હવે જોવાનું રહેશે કે આ વખતે કેટલાં ગેરકાયદે ભારતીયો પાછા ફરશે અને એમાં કેટલાં ગુજરાતીઓ હશે. મોદી સાથે મુલાકાત પછી પણ ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવાશે?
ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં ભારત પર ખૂબ ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું-ટેરિફ લાદવામાં ભારત સૌથી ઉપર છે. કેટલાક નાના દેશો એવા છે જે તેનાથી પણ વધુ ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારતના ટેરિફ ખૂબ વધુ છે.
ટ્રમ્પે આગળ કહ્યું, “મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરબાઈક વેચી શકતી ન હતી કારણ કે ભારતમાં ટેક્સ ખૂબ ઊંચા હતા, ટેરિફ ખૂબ ઊંચા હતા, અને હાર્લીને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી. મને લાગે છે કે ટેરિફથી બચવા માટે તેમને ભારતમાં ફેક્ટરી સ્થાપવી પડી હતી. અમે પણ એવું જ કરી શકીએ છીએ. ટેરિફથી બચવા માટે તેઓ અહીં ફેક્ટરી અથવા પ્લાન્ટ સ્થાપી શકે છે.”
- Advertisement -
100% ટેરિફ લાદતાની સાથે જ બ્રિક્સનો અંત આવશે: ટ્રમ્પ
ટ્રમ્પે ડોલરની જગ્યાએ કોઈ અન્ય કરન્સીના ઉપયોગ પર ઇછઈંઈજ દેશોને 100% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું- જે દિવસે આ દેશોએ આવું કર્યું, તેઓ તે દિવસે જ ટેરિફ ન લગાવવાની ભીખ માગશે. જે સમયે હું આવું કરીશ, ઇછઈંઈજ ખતમ થઈ જશે.
મસ્ક અને PM મોદીની મુલાકાત અંગે પણ વાત કરી
પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે મસ્ક ભારતમાં વ્યવસાય કરવા માગે છે, પરંતુ ટેરિફને કારણે ભારતમાં વ્યવસાય કરવો ખૂબ મુશ્ર્કેલ છે. ત્યાંનો ટેરિફ ખૂબ ઊંચો છે. મને લાગે છે કે તે (મસ્ક) તેને એટલા માટે મળ્યો હતો કારણ કે તે એક કંપની ચલાવી રહ્યો છે.