સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થવાને કારણે ટ્રમ્પનો દાવો વધુ મજબૂત બન્યો છે, કારણ કે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ એકમાત્ર ઉમેદવાર રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2024માં હવે નવો વળાંક આવ્યો છે. સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. નિક્કીએ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાનો પોતાનો દાવો છોડી દીધો છે.
- Advertisement -
🚨Nikki Haley drops out of race and skips endorsement for Trump: “I wish him well..” pic.twitter.com/venOaCOVpF
— Benny Johnson (@bennyjohnson) March 6, 2024
- Advertisement -
સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થવાને કારણે ટ્રમ્પનો દાવો વધુ મજબૂત બન્યો છે, કારણ કે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ એકમાત્ર ઉમેદવાર રહ્યા છે. અગાઉ તેમના જ પક્ષના નેતા નિક્કી હેલી ટ્રમ્પ સામે ઊભા હતા, પરંતુ હેલીએ ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન આમને-સામને થશે. જણાવી દઈએ કે અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.
નિક્કી હેલીએ જ્યારે ફેબ્રુઆરી 2023 માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે સામે આવ્યા હતા. એવામાં હવે ‘સુપર ટ્યુઝડે’ના પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી નિક્કી હેલી પર મજબૂત લીડ મેળવી લીધી છે. ટ્રમ્પે ટેક્સાસ, કેલિફોર્નિયા અને અન્ય 11 રાજ્યોમાં જોરદાર જીત મેળવી હતી તો હેલીએ વર્મોન્ટમાં જીતવામાં સફળ રહી હતી. જોકે 15 રાજ્યોમાં જ્યાં મંગળવારે મતદાન થયું હતું ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે પક્ષનું નામાંકન જીતવા માટે પૂરતા પ્રતિનિધિઓ નહોતા.
With Nikki Haley suspending her campaign, it’s officially Biden Vs Trump for 2024: pic.twitter.com/4Jz7uGqK8I
— Shiv Aroor (@ShivAroor) March 6, 2024
‘સુપર ટ્યુઝડે’ શું છે? તો જણાવી દઈએ કે બુધવારે ચૂંટણી પહેલા સુપર ટ્યુઝડે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે, 16 વિવિધ રાજ્યો અને પ્રદેશોના લોકો મતદાન કરે છે અને નક્કી કરે છે કે તેઓ કોને રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડતા જોવા માંગે છે.
આ બાદ હવે હેલી ટ્રમ્પને સમર્થન આપશે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય લીધો નથી. હેલીની નજીકના લોકોના મત અલગ છે. કેટલાક લોકો માને છે કે ટ્રમ્પને સમર્થન આપવું તેમના માટે સારું રહેશે કારણ કે તેઓ એક ટીમ તરીકે જોવામાં આવશે. અન્ય લોકો તેને ટેકો આપવાનો સખત વિરોધ કરે છે. તેમના પ્રચાર દરમિયાન, હેલીએ રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઈમરી જીતનાર પ્રથમ મહિલા બનીને ઈતિહાસ રચ્યો હતો. તે ડેમોક્રેટિક અથવા રિપબ્લિકન પ્રાઈમરી જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન પણ છે.



