અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના તણાવને ઓછો કરવા માટે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમકક્ષને બચાવાત્મક વલણ અપનાવતા દાવો કર્યો કે તેમના દેશમાં શ્વેત ખેડૂતોની હત્યા થઈ રહી છે અને “અત્યાચાર” થઈ રહ્યો છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની તેમની વિવાદાસ્પદ વાતચીતની યાદ અપાવે તેવા એક દ્રશ્યમાં, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે લાઇવ મીડિયા હાજરી દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો જાહેરમાં સામનો કર્યો. શરૂઆતમાં સૌહાર્દપૂર્ણ રહેલી આ બેઠક ઝડપથી તંગ બની ગઈ જ્યારે ટ્રમ્પે સ્ટાફને દક્ષિણ આફ્રિકામાં “શ્વેત નરસંહાર” ના પુરાવા દર્શાવતો વીડિયો ચલાવવાનો નિર્દેશ આપ્યો – આ આરોપ લાંબા સમયથી રદિયો આપવામાં આવ્યો છે જેને દક્ષિણ આફ્રિકાની સરકારે સખત રીતે નકારી કાઢ્યો છે.
- Advertisement -
દેખીતી રીતે શાંત પરંતુ મોટે ભાગે મૌન રહેલા રામાફોસાએ વિડીયો કોઈ પણ વિક્ષેપ વિના જોયો. એક સમયે, તેમણે ટિપ્પણી કરી, “હું જાણવા માંગુ છું કે તે ક્યાં છે, કારણ કે મેં આ વિડીયો ક્યારેય જોયા નથી.”
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ટ્રમ્પની દલીલ
- Advertisement -
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 21 માર્ચે અમેરિકા આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક દરમિયાન વાતચીત ઉગ્ર થઈ ગઈ હતી. જેણે ઝેલેન્કી સાથેની બેઠક દરમિયાન થયેલી ઘટનાને યાદ અપાવી હતી. આ બેઠક દરમિયાન લાઈટ બંધ કરીને એક વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ખેડૂતોને મારી નાખો જેવા નારા સંભળાઈ રહ્યા છે. રામાફોસાએ કહ્યું કે આ વીડિયો ક્યાંનો છે તેની અમને નથી ખબર, તેની તપાસ કરીશું.
દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતોની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
વ્હાઈટ હાઉસમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં ટ્રમ્પે શ્વેત ખેડૂતોની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને બંને દેશના નેતાઓ વચ્ચે વાતચીત ઉગ્ર દલીલમાં પરિણમી. ટ્રમ્પ કહ્યું કે લોકો તેનો જીવ બચાવવા માટે દક્ષિણ આફ્રિકાથી ભાગી રહ્યા છે. લોકોની જમીનો પડાવવામાં આવી રહી છે. અનેક કેસોમાં ખેડૂતોને મારી નાખવામાં આવ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે મીડિયામાં છપાયેલા કેટલાક લેખની કોપીઓ પણ સિરિલ રામાફોસાને બતાવી હતી. જેમાં આફ્રિકામાં શ્વેત ખેડૂતોની હત્યાનો દાવો કરાયો હતો. જેના પછી માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો.
રામાફોસાએ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને ફગાવ્યા
જો કે રામાફોસાએ ટ્રમ્પના આ આરોપોને ફગાવી દીધી હતા અને કહ્યું હતું કે આ વાતથી અમે સહમત નથી. આફ્રિકામાં હિંસા વધી રહી છે. હિંસામાં માર્યા ગયેલા લોકો શ્વેત જ નથી, પણ અશ્વેત લોકો પણ તેનો ભોગ બન્યા છે. અશ્વેતોની પણ હત્યા થઈ છે. દરેકને અસર કરી રહી છે. અમારો હેતુ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો સુધારવાનો છે.