રાજકોટ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ સેક્ટર-૨ ના સ્પે. કમિશ્નર બ્રજેશકુમાર ઝાની નિમણુંક : કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગડીયા અને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને પણ રાજકોટમાં મુકાયા
રાજકોટ, તા.27 TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો છે. સવારે અમુક અધિકારીઓની બદલી આવ્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલી આવી છે. રાજકોટ સીપી રાજુ ભાર્ગવની બદલી કરી તેમને વેઇટિંગ પોસ્ટિંગમાં મુકાયા છે. તેમના સ્થાને રાજકોટના પોલીસ કમિશ્નર પદે અમદાવાદ સેક્ટર-૨ ના સ્પે. કમિશ્નર બ્રજેશકુમાર ઝાને મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર એડીસીપી વિધિ ચૌધરીને પણ બદલી કરી વેઇટિંગ પોસ્ટિંગમાં રખાયા છે. તેમના સ્થાને કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગરીયાને રાજકોટ એડી.સીપી તરીકે જવાબદારી સોંપાઈ છે.
- Advertisement -
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈની બદલી કરી તેમને વેઇટિંગ પોસ્ટિંગમાં મુકાયા છે. તેમના સ્થાને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 તરીકે મુકાયા છે. ઉલ્લેખનીય છે કે સવારે રાજકોટ પોલીસ વિભાગમાં સસ્પેન્ડ સાથે બદલીઓના આદેશ થયા હતા. જેમાં તાલુકા પોલીસના તત્કાલીન પીઆઈ વી.આર. પટેલ અને લાયસન્સ શાખાના તત્કાલીન પીઆઈ એન.એ. રાઠોડને સસ્પેન્ડ કરાયા હતા.