સોશિયલ મીડિયામાં એક એવો અતરંગી વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઇને તમને ચક્કર આવવા લાગશે. ખરેખર આ વીડિયો ચેન્નઈના એક બ્રિજનો છે, જેને એક આઈએએસ અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો છે.
તમને ચેસ રમવુ પસંદ છે તો આ વીડિયો તમને ગમશે
- Advertisement -
ચેન્નઈને ચેસ કેપિટલ ઑફ ઈન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આમ તો ચેન્નઈમાં ઘણી બધી ફરવાલાયક જગ્યા છે, પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમને પણ ચેન્નઈને શોધવાનુ મન થશે. જો તમને પણ ચેસ રમવાનુ પસંદ છે તો આ વીડિયો તમને જોવો ગમશે.
Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU
— Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022
- Advertisement -
ચેન્નઈમાં બન્યું ચેસનુ મેદાન?
એક આઈએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આવો વીડિયો શેર કર્યો છે, જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. એવુ લાગી રહ્યું છે કે ચેસનુ મેદાન બનાવવામાં આવ્યું છે. આ વીડિયો એક બ્રિજનો છે, જે ચેન્નઈમાં છે.
મગજને કસરત કરાવી નાખે તેવો વીડિયો
મગજને હલાવી નાખે તેવા વીડિયોને શેર કરી કેપ્શન આપવામાં આવ્યું છે કે ભારતની શતરંજ રાજધાની ચેન્નઈ ભવ્ય શતરંજ ઓલમ્પિયાડ 2022નુ હોસ્ટિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પ્રતિષ્ઠિત નેપિયર બ્રિજને શતરંજ બોર્ડની જેમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને જોઇને કોમેન્ટ સેક્શનમાં અનેક યુઝર્સે પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો યુઝર્સ જોઇ ચૂક્યા છે અને હજારો યુઝર્સે પસંદ પણ કર્યો છે. લગભગ 2 હજાર લોકોએ વીડિયોને રીટ્વિટ પણ કર્યો છે.