પોલીસ કમિશ્નર સીસીટીવી ચકાસે, આરોપીના કોલ રેકોર્ડ કઢાવે તો જ ખાખીની ભૂંડી ભૂમિકા સામે આવશે
ડ્રાયવર તરીકે નિયુક્તિ પામેલો શાહબાઝ બેલડીની દયા-દુવાથી ડી સ્ટાફ રૂમમાં જ પડ્યો પાથર્યો રહેતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડનમાંથી વેપારીનું અપહરણ કરી 32 લાખ લૂંટી લેવાના ચકચારી અને શંકાસ્પદ કેસમાં પોલીસ ઘીના ઠામમાં ઘી ભળી જાય તેવા પ્રયત્નો કરતી હતી પરંતુ વેપારી તાબે નહિ થતા અંતે ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી 32 લાખની લૂંટને અંજામ આપનાર ટીઆરબીને ક્યાં પીઆઇની ભલામણથી પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોકરી મળી તે પણ તપાસનો વિષય છે કારણકે અગાઉ જે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો આ કેસમાં જો પોલીસે પ્રજા પ્રત્યેનો વિશ્વાસ યથાવત રાખવો હોય તો પોલીસ કમિશ્નર સીસીટીવી ચકાસે અને આરોપીના કોલ રેકોર્ડ કઢાવે તો જ ખાખીની ભૂંડી ભૂમિકા સામે આવશે ડ્રાયવર તરીકે નિયુક્ત થયેલો શાહબાઝ ડી સ્ટાફમાં ફરજ બજાવતી બેલડીની દયા-દુવાથી ડી સ્ટાફ રૂમમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો.
- Advertisement -
રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડનમાં 32 લાખ રૂપિયા ભરેલો થેલો લેવા ગયેલા વેપારીનું અપહરણ કરી ટ્રાફિક બ્રિગેડ શાહબાઝ આણી ટોળકીએ પોલીસની ઓળખ આપી 32 લાખની લૂંટ ચલાવી હતી શંકાસ્પદ લૂંટ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર શાહબાઝ મોટાણી સહીત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી રાતોરાત 21 લાખ કબ્જે કર્યા હતા આ શંકાસ્પદ લૂંટ પોલીસ ચોપડે ન નોંધાય તેવા પોલીસ દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ના છૂટકે પોલીસને ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની ફરજ પડી હતી આ કેસમાં સૂત્રધાર શાહબાઝ નહિ પરંતુ ડી સ્ટાફ રૂમમાં ફરજ બજાવતી બેલડી સૂત્રધાર હોય તેવું જાણવા મળ્યું છે કારણકે શાહબાઝ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ટ્રાફિક બ્રિગેડનું કામ હકીકતે ટ્રાફિક નિયમન માટે હોય છે પરંતુ આ શાહબાઝને સ્પેશ્યલ ભલામણથી પ્રનગર પોલીસ સ્ટેશનમાં ડ્રાયવર તરીકે લાવવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં જયારે કોઈ ટીઆરબીની નિયુક્તિ કરવાની હોય તેમાં પીઆઇએ ટ્રાફિક એસીપીને લેટર લખવાનો હોય છે અને તો જ પોલીસ સ્ટેશનમાં નોકરી ફાળવાતી હોય છે ત્યારે આ શાહબાઝને પણ કળા કરનાર બેલડીએ સ્પેશ્યલ ભલામણ કરાવી પીઆઇ પાસે લેટર લખાવી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરાવી હતી પરંતુ તે પીઆઇ કોણ તે પણ તપાસનો વિષય બની ગયો છે.
પોલીસને લાંછન લગાડતી આ ઘટનામાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તટસ્થ તપાસના આદેશ આપે તો ખાખી વર્દીની ભૂંડી ભૂમિકા પણ સામે આવી શકે તેમ છે કારણકે પ્રનગર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે તે દિવસ દરમિયાનના સીસીટીવી ચકાસવામાં આવે તેમજ પકડાયેલા સૂત્રધાર શાહબાઝએ બનાવ પહેલા અને બનાવ પછી કોની કોની સાથે વાત કરી, કોને મેસેજ કર્યા તે સહિતની માહિતી ચકાસવા શાહબાઝના કોલ રેકોર્ડ કઢાવે તો જ ડી સ્ટાફમાં ફરજ બજાવતી બેલડી સુધી રેલો આવી શકે તેમ છે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક થયેલી પંક્તિ જો રાજકોટ પોલીસ માટે યથાવત રહેવા માંગતા હોય તો સીપી તટસ્થ તપાસ કરાવે તે જરૂરી બની ગયું છે લૂંટનો સૂત્રધાર ટીઆરબી ડ્રાયવર તરીકે ફરજ બજાવતો હતો પરંતુ તે મોટાભાગે ડી સ્ટાફ રૂમમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો ડી સ્ટાફના જે જવાનને બાતમી આપી હતી તે સિરાજ પણ બનાવ સમયે પોલીસ સ્ટેશનમાં હાજર હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે આરોપીઓના આંટાફેરા, ફરિયાદીને ગોથે ચડાવવા થયેલી મથામણ, ફેઈલ થયેલો પ્લાન બધું જ સીસીટીવીમાં કેદ છે શું પોલીસ જાહેર કરશે ? કે પછી દુજણી ગાય સમાન બેલડીને બચાવવા ઘરમાં લાગેલી આગ પોતે જ ફાયર બ્રિગેડ બનીને બુજાવી દેશે.
12:30ની ઘટના, 8 વાગ્યે ફરિયાદ : ન કંટ્રોલમાં જાણ કરી કે ન નાકાબંધી કરી
સામાન્ય મારામારી, ચોરી કે હત્યા કોઈપણ ગુનો હોય અને પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો તુરંત કંટ્રોલમાં જાણ કરવાની સિસ્ટમ હોય છે આ 32 લાખની લૂંટ બપોરે 12:30 વાગ્યે બની હતી અને ફરિયાદી વેપારીને ખુદ આરોપી શાહબાઝ જ પ્રનગર પોલીસ સ્ટેશને લઇ ગયો હતો આટલી મોટી લૂંટ થાય તો પ્રથમ ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી પીએસઓને જાણ કરે તે પછી તેની ફરિયાદ લેવા ઇન્વે.માં મોકલવામાં આવે છે પરંતુ આ કેસમાં એવું નથી થયું આ કેસમાં ફરિયાદીને ઇન્વેને બદલે ડી સ્ટાફ રૂમમાં લઇ જવાયો હતો ત્યાં તેને દબાવીને ફરિયાદ ન નોંધાવવા કડક વલણ બેલડી દ્વારા દાખવવામાં આવ્યું હતું જો ફરિયાદ ન નોંધાઈ હોત તો 32 લાખ રૂપિયા ઘરભેગા થઇ ગયા હોત અને બધાની દિવાળી સુધરી ગઈ હોત પરંતુ ફરિયાદી સામે માથાનો નીકળ્યો અને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી આ ફરિયાદ ન નોંધાઈ તે માટે એટલી હદે પ્રયત્નો કરવામાં આવ્યા કે 32 લાખની લૂંટ અંગે ન કંટ્રોલમાં જાણ કરવામાં આવી, ન નાકાબંધી કરવામાં આવી કે ન કોઈ ટિમો દોડાવવામાં આવી પણ અંતે પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ ફરિયાદ પણ નોંધાઈ, પ્લાન પણ ફેઈલ થયો અને 32 લાખ રૂપિયા પણ સરકારી ધારાધોરણ મુજબ જમા કરાવવા પડ્યા અને દિવાળી બગડી એ નફામાં.
ગૃહમંત્રીના આદેશ પછી પણ આ પ્રકરણમાં કોઈનો વરઘોડો ન નીકળ્યો
ગૃહમંત્રી દ્વારા વરઘોડો તો નીકળશે જ તેવું નિવેદન કરવામાં આવ્યું હતું તે પછી રાજ્યભરમાં જે કોઈપણ ગુનાઓમાં આરોપી પકડાય તેનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવતું હતું રાજકોટ પોલીસ પણ તે આદેશનો અમલ કરતી હતી અને આરોપીઓને રી-ક્ધસ્ટ્રક્શનના રૂપકડા નામ હેઠળ ઘટનાસ્થળે લઇ જઈ કાયદાનું ભાન કરાવતી હતી પરંતુ આ કેસમાં એવું નથુ નથી, 32 લાખની ચકચારી લૂંટમાં ન રી-ક્ધસ્ટ્રક્શન થયું, ન તો વરઘોડો નીકળ્યો.
કેસ ફટાફટ પૂરો કરવા 11 લાખ પણ રિકવર કરી લીધા
લૂંટના આ કેસનો રેલો ડી સ્ટાફ સુધી પહોંચે તે પૂર્વે અટકાવી દેવા અને ફટાફટ કેસ પૂરો કરવા માટે પોલીસ ત્વરિત કામગીરી કરી રહી છે અને આ કેસમાં પોલીસે તુરંત નિશાંત, અમિત, તુષાર ઉર્ફે વિક્રમ અને ઉદયની ધરપકડ કરી 11 લાખ પણ મહેશના ઘરેથી કબ્જે કરી લેવામાં આવ્યા છે.
- Advertisement -



