ડોક્ટર જ્યંતિ રવિને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે નિયુક્તિ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.1
ગુજરાતના 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ મનોજકુમાર દાસની છે. જેમને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્યસચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. તેમને રાજ્યના ગૃહ વિભાગનો પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં બે અધિક મુખ્ય સચિવ ફરજ બજાવશે. ડેપ્યુટેશન પરથી પાછા આવેલા ડોક્ટર જ્યંતિ રવિને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પદે નિયુક્તિ આપવામાં આવી છે. તેઓ ચાર્જ લે ત્યાં સુધી પી. સ્વરૂપ આ જગ્યાનો હવાલો સંભાળશે. એવી જ રીતે નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ પદે મૂકવામાં આવ્યા છે.
કોની-ક્યાં બદલી થઈ?
અધિકારીનું નામ હાલની જગ્યા બદલીની જગ્યા
સુનયના તોમર ACS, સામાજિક ન્યાય ACS, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
પંકજ જોષી ACS, મુખ્યમંત્રી કાર્યાલય, પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો ચાર્જ
એમ.કે. દાસ ACS, મહેસૂલ વિભાગ ACS, મુખ્યમંત્રી કાર્યાલય, (ગૃહનો વધારાનો ચાર્જ)
જયંતિ રવિ સ્ટેટ કેડરમાં પરત ACS, મહેસૂલ વિભાગ
ડો.અંજુ શમા ACS, શ્રમ-રોજગાર ACS, કૃષિ અને ખેડૂત કલ્યાણ
એસ.જે. હૈદર ACS, ઉદ્યોગ અને ખાણ વિભાગ અઈજ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ
જે.પી. ગુપ્તા ACS, નાણાં વિભાગ ACS, આદિજાતિ વિકાસ વિભાગ
ડો. ટી. નટરાજન સ્ટેટ કેડરમાં પરત અગ્ર સચિવ, નાણાં વિભાગ
મમતા વર્મા PS, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ PS, ઉદ્યોગ અને ખાણ વિભાગ
મુકેશ કુમાર PS, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ PS, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ
રાજીવ ટોપનો કેન્દ્રમાંથી પરત ચીફ કમિશનર, સ્ટેટ ટેક્સ વિભાગ
એસ. મુરલીક્રિશ્રાPS, આદિજાતિ વિકાસ OSD, સ્ટેટ ઇલેક્શન કમિશન
ડો. વિનોદ રાવ સચિવ, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સચિવ, શ્રમ અને રોજગાર
અનુપમ આનંદ લેબર કમિશનર ટ્રાન્સપોર્ટ કમિશનર, ((VS-MD, ST નિગમ)
રાજેશ માંજ PS, રાજ્યપાલ રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર
રાકેશ શંકર જીએડી, પ્લાનિંગ મહિલા-બાળ કલ્યાણ કમિશનર
કે.કે. નિરાલા મહિલા-બાળ કલ્યાણ નાણાં વિભાગ (ખર્ચ)
વિભાગ -કમિશનર
એ.એમ. શર્મા VC-MD, એસટી નિગમ PS, ગવર્નર ઓફ ગુજરાત