રાજકોટ સાયબર ક્રાઇમ ACP રબારીની લીમડી, જઙ ભાર્ગવ પંડ્યાની વલસાડ બદલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
લોકસભાની ચૂંટણી પૂર્વે નિયમ મુજબ અધિકારીઓની બદલી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 16 સહિત 65 ડીવાયએસપીની બદલી તથા નવા 8 ડીવાયએસપીને નિમણૂક આપતો હુકમ ગત રાત્રે કરવામાં આવ્યો છે.
- Advertisement -
રાજયમાં આઈપીએસ અને ડીવાયએસપીની બદલીઓની રાહ પોલીસબેડામાં જોવાઈ રહી હતી ત્યારે ગુરૂવાર સાંજના ગૃહ વિભાગ દ્વારા 70 પોલીસ અધિકારીઓની બદલીઓનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં હૈદરાબાદથી ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા 13 આઈપીએસ અધિકારીઓ પૈકી 8ને પોસ્ટિંગ ફાળવવામાં આવ્યુ છે. આ સાથે પાંચ આઈપીએસને વેઈટિંગ ફોર પોસ્ટિંગ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, 65 જેટલા ડીવાયએસપીની ટ્રાન્સફર કરવામાં આવી છે જેમાં આઇપીએસ વલય વૈધને સાવરકુંડલા, અંશૂલ જૈનને મહુવા, સાહિત્યા વીને પોરબંદર એ.પી.જાડેજાને પોરબંદર, રાધિકા ભારાઈને રાજકોટ પશ્ચિમ ઝોન એસીપી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે. જ્યારે એ.પી.જાડેજાને પોરબંદર, ચિરાગ દેશાઈને અમરેલી, સાગર રાઠોડને દેવભૂમિ દ્વારકા, એસ.એસ.રઘુવંશીને મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય, ભાર્ગવ પંડ્યાને વલસાડ, વિ.કે.પંડ્યાને જામનગર ગ્રામ્ય, જે.કે.ઝાલાને એસસી એસટી સેલ જૂનાગઢ, વિશાલ રબારીને લીમડી અને વિ. વી.જાડેજાને સુરેન્દ્રનગર ડીવાયએસપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
જ્યારે સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશીની ગણતરીની કલાકોમાં બીજી વાર બદલી થતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. પહેલા લિસ્ટમાં તેઓને અમદાવાદમાં મદદનીશ એસીબી નિયામક તરીકે બદલી કરવામાં આવ્યાં બાદ તેઓને થોડીવારમાંજ ચોકી સોરઠમાં આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડીવાયએસપી તરીકે બદલી કરવામાં આવી છે.