ભીમરાણા-દ્વારકા, ગોરીઝા એકશનમાં પાણી ભરાતા ટ્રેનો થંભી ગઇ: આજે પણ અનેક ટ્રેનો આંશિક રદ્દ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક વધુ ટ્રેનોને અસર થઈ છે. રાજકોટ ડિવિઝન ના ભીમરાણા-દ્વારકા-ગોરીંઝા સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનો ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.આવી કપરી પરિસ્થિતિમાં મુસાફરોને મદદરૂપ થવા માટે રેલવે પ્રશાસન દ્વારા સ્થાનીય પ્રશાસન ની મદદ થી જયપુર-ઓખા એક્સપ્રેસ, ભાવનગર-ઓખા એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના મુસાફરો માટે કુલ 15 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ખંભાળિયાથી 9 અને દ્વારકાથી 6 બસો દોડાવવામાં આવી હતી જેમાંથી 1010 જેટલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા હતા.
- Advertisement -
ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા ખંભાળિયા સ્ટેશન પર મુસાફરોને ફૂડ પેકેટ અને દ્વારકા સ્ટેશન પર મુસાફરોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જામનગર-વડોદરા, ઓખા-પુરી, નાથદ્વારા-ઓખા, રાજકોટ-સિકંદરાબાદ, દાદર-પોરબંદર સહિત 10 ટ્રેનો રદ કરાઇ હતી. મોબરી-વાંકાનેર વચ્ચે ચાલતી હેમુ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઓખા-વેરાવળ, ભાનગર, અમદાવાદ સહિતની 15 ટ્રેનો આંશિક રીતે રદ કરાઇ હતી. 29.08.2024 ની ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ખંભાળિયાથી ઉપડશે. આમ ઓખા-ખંભાળિયા વચ્ચે આંશિક રદ રહેશે.29.08.2024 ની ટ્રેન નં. 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી ઉપડશે. આમ ઓખા-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.30.08.2024 ની ટ્રેન નં. 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ હાપાથી ઉપડશે. આમ ઓખા-હાપા વચ્ચે આંશિક રદ રહેશે.30.08.2024 ની ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ હાપાથી ઉપડશે. આમ ઓખા-હાપા વચ્ચે આંશિક રદ રહેશે.30.08.2024 ની ટ્રેન નં. 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ રાજકોટ થી ઉપડશે. આમ ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry. indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.