મહારાષ્ટ્રના થાણેમાં 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના.
મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
Five killed as lift collapses in high-rise in Maharashtra's Thane city: civic official
— Press Trust of India (@PTI_News) September 10, 2023
- Advertisement -
7 શ્રમિકોના દર્દનાક મોત
આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.
A tragic accident took place in Thane, Maharashtra on Sunday evening.
7 people died and some were injured after the lift of a 40-storey high building collapsed in Balkum area of Thane. #Thane #PAKvIND #BHAvsPAK #earthquake #ViratKohli #accident #G20Bharat2023 pic.twitter.com/mwEVnov1VK
— Bhupendra Singh Negi (@BhupendraNegi08) September 10, 2023
દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મૃત્યુ નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.’
Shocking!
The lift accident in Thane is very tragic.
I express my deepest condolences to the families of the deceased who lost lives in this accident.
Wishing speedy recovery to the injured ones. https://t.co/xIRWwP6gBD
— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 10, 2023
કામ પૂરું કરીને નીચે આવી રહ્યા હતા શ્રમિકો
તમને જણાવી દઈએ કે, ગતરોજ થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પડી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે શ્રમિકો લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.