મોરબીના બેલા રંગપર પાસે લેબર ક્વાર્ટરમાં 20 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાધો; લીલાપર ચોકડી નજીક 19 વર્ષીય યુવાને આયખું ટૂંકાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતથી મૃત્યુની ત્રણ ઘટનાઓ સામે આવી છે. મોરબી તાલુકા પોલીસે આ ત્રણેય બનાવોની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં, મોરબીના બેલા રંગપર નજીક ખોખરા હનુમાન રોડ પરની ગેમ્સ ઝોન સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં કર્માબેન બબલુભાઈ વસુંનીયા (ઉં.વ.20) નામની પરિણીતાએ ગત તા. 29ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકનો લગ્નગાળો માત્ર બે વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે, અને પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં, મૂળ દેવભૂમિ દ્વારકાના ભાણવડના વતની હાલ મોરબીના લીલાપર ચોકડી પાસે ઝુપડામાં રહેતા વિજય ભીમાભાઇ ચૌહાણ (ઉં.વ.19) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું.
ત્રીજા બનાવમાં, ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના રહેવાસી પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેલવાડીયા (ઉં.વ.50) નામના આધેડ તા. 28ના રોજ વાડીના કૂવામાં પડી જતાં મોત થયું હતું. ટંકારા પોલીસે આ બનાવ અકસ્માત કે આપઘાતનો છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.



