ઓરેવાના મિડીયા મેનેજર દિપક પારેખનું કોર્ટમાં કંપની વતી વિચિત્ર ખુલાસો: અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે: 2007માં કામ સારી રીતે પાર પાડ્યું હતું તેથી ફરીથી અમને કામ સોંપવામાં આવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રવિવારે સાંજે સર્જાયેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના મિડીયા મેનેજર દિપક પારેખે કોર્ટમાં વિચિત્ર નિવેદન આપતાં ભારે ચર્ચા જાગી છે. 30 ઓક્ટોબરે મોરબીમાં થયેલ પુલ અકસ્માત સમગ્ર દેશ માટે ખૂબ જ દુ:ખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને નદીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે ભગવાનની કૃપા નહીં હોય તેથી આ દુર્ઘટના બની છે.
- Advertisement -
મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે, જેણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે પાર પાડ્યું તેથી તેને ફરીથી કાર્ય સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરીંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.
મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેકટરને બે વર્ષ પહેલાં લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રુપે લખ્યું છે કે જો માત્ર રિપેરીંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી. પત્રમાં ઓરેવા ગ્રુપે લખ્યું છે કે જ્યાં સુધી કાયમી કરારની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે હંગામી પુલ શરૂ કરીશું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમે કાયમી સમારકામ શરૂ કરીશું. અંતમાં પત્રમાં લખ્યું છે કે સાહેબ, અમે કામચલાઉ સમારકામ કરીને કેબલ બ્રિજ શરૂ કરવાના છીએ, અમને ખાતરી છે કે આ બાબતો ટૂંક સમયમાં ઠીક થઈ જશે. હંગામી સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે.
મીડિયાકર્મીઓને માનસિક ત્રાસ આપવામાં ઓરેવાનાં દીપક પારેખનો પ્રથમ નંબર આવે છે
- Advertisement -
બાલાજી વેફર્સનાં જય સચદેવ કરતાં પણ વધુ નઘરોળ છે દીપક
ખાસ-ખબર સંવાદદાતા
અહીંનું કર્યું અહીં જ ભોગવવું પડે છે. ઓરેવાનાં જયસુખ પટેલને બચાવવા તેનાં તોછડાં, સનકી અને બદદિમાગ મેનેજર દીપક પારેખનો બલી ચડાવાયો છે. આ દીપક જ ઓરેવાનું મીડિયા-માર્કેટિંગ વગેરેનું કામકાજ સંભાળે છે અને જાહેરખબર વગેરે માટે ત્યાં જતાં મીડિયાકર્મીઓને માનસિક ત્રાસ આપવામાં એ કશું બાકી રાખતો નથી.
સૌરાષ્ટ્રની કંપનીઓનાં સૌથી નક્ટા અને નઘરોળ મીડિયા મેનેજરોમાં બાલાજી વેફર્સનાં જય સચદેવ કરતાં પણ દીપકનો નંબર ઉપર આવે છે. જો કે, મીડિયાનું હેરેસમેન્ટ કરવામાં જયસુખ પટેલ- દીપક પારેખની મીલીભગત હોવાનું ઘણાં લોકો માને છે. બાદમાં તેઓ સોની કજીયો જ કરે છે, એવું પણ ઘણાં લોકોનું માનવું છે. જો કે, અત્યારે તો દીપકનો વારો ચડ્યો હોવાથી મીડિયા જગતનાં લોકો, ખાસ કરીને મીડિયાનો માર્કેટિંગ-જાહેરખબરનો સ્ટાફ પોતાને ન્યાય મળ્યાનો અહેસાસ કરી રહ્યો છે.