ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર દર મંગળવારે મંગળવારી ભરાવવાના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. મંગળવારીમાં લારી પાથરણા વાળા ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જેના લીધે રોડની બંન્ને સાઇડ ઉપર ટ્રાફીક જોવા મળે છે.
રોડ ઉપર લારીઓ લઇને વેંચાણ કરતા લારી ધરકો વાહન ચાલકોને અડચણરૂપ તથા હોવાથી રોડ પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મંગળવારીમાં લારી અને પાથરણાવાળા રોડ સાઇડથી દૂર રહીને પોતાનો ધંધા રોજગાર કરે તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે.
એજ રીતે કોલેજ રોડ પર રવિવારી ભરાવવાથી ત્યાં પણ લારી વાળા રસ્તા પર આવી જવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે અને વાહન ચાલકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવે છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે ધંધા રોજગાર કરે તેની સામે કોઇ વાંધો નથી પણ રોડ સાઇડથી અંદર ઉભા રહે તો ટ્રાફીકની સમસ્યા હળવી થશે.