અકસ્માતો અટકાવવા ભારે વાહનો વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. વાહન ચાલકો માટે રાજય સરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે, તાજેતરમાં કોઠારીયા રોડ ઉપર ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા તબીબી યુવતીનું અકસ્માતમાં નિધન થયું હતું.
- Advertisement -
જેથી અકસ્માતથી બચવા તથા આવા વાહનચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવમાં કુલ 19 ટ્રકો ડીટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ ડીટેઇન કરેલા વાહનો શીતલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા હતા.
ભારે વાહનો વિરુદ્ધ આ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ ભારે વાહનો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે તથા કોઈને પણ છોડવામાં આવશે નહીં.