ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષો થી સાંકડા રોડ ના કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.ત્યારે હવે શહેરના વિકસિત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર પણ ટ્રાફિક જામ ના દર્શ્યો જોવા મળી રહ્યાં છે.ઝાંઝરડા રોડ પર આવેલા એકલવ્ય સ્કૂલ પાસે મેન રોડ પર દર મંગળવારે શાકભાજીની લારી સહિત અન્ય ચીજ વસ્તુનું વેંચાણ કરતા લારી ધારકો રસ્તા પર આવી જાય છે અને ટ્રાફિક જામ થાય છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી અનુભવી પડે છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે સુવ્યવસ્થિત આયોજન થવું જોઈએ.