SP હર્ષદ મહેતા દ્વારા પ્રશંસા પત્ર અને રોકડ પુસ્કાર આપી સન્માન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં સીટી ટ્રાફીક શાખા નજીક 70 વર્ષના વૃદ્ધાને પગમાં ઇજા થતા તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ બોલાવી ટ્રાફીક પોલીસે હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરી હતી તેમજ ભવનાથમાં જટાશંકર ખાતે પગમાં ઇજાગ્રસ્ત મહિલાને જીઆરડી, એસઆરડી માળીયાના જવાનો પરેશ વાઢીયા, વનરાજસિંહ કાગડા, કાનજી ચુડાસમા અને રવિ રાઠોડએ પોતે પહેરેલ શર્ટનું સ્ટ્રેચર બનાવી 1000 પગથીયાનીચે ઉતારી સારવારમાં ખાસેડયા હતા.
- Advertisement -
પ્રસંશનીય ફરજ બજાવવા બદલ ટ્રાફિક પોલીસના પીએસઆઇ એસ.એન.જાડેજા તથા તેમની ટીમ અને માળીયાના જવાનોને એસપી હર્ષદ મહેતાએ રૂબરૂ અભિનંદન પાઠવ્યા તેમજ પ્રશંસા પત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.