પાણી સમસ્યાનો નિવેડો ન આવે ત્યાં સુધી ધંધા-રોજગાર બંધ
ગિરનાર પધારતા યાત્રીકોની મુશ્કેલીમાં વધારો થયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દેશની આઝાદીનો અમૃત કાળ સમય ચાલી રહ્યો છે ત્યારે ગીરનાર રોપ-વે સાકાર થયો પણ પર્વત પર પાણી સમસ્યા હલ ન થઇ ત્યારે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત કરવા હાઇકોર્ટે અકારું વલણ અપનાવતા તંત્રેએ વેપારીઓને બાનમાં લઈને પ્લાસ્ટિક ચીજ વસ્તુ સાથે પાણીની બોટલ બંધ કરાવી દેતા ગિરનાર પર વ્યવસાય કરતા 130 જેટલા વેપારી ભાઈઓએ બીજા દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાણીની વૈકલ્પિક વ્યસવ્થા કારોની માંગ સાથે હડતાલ ચાલુ રાખી છે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે આ પૂરતી હોવાનું વેપારી જણાવી રહ્યા છે ત્યારે ગઇકાલ આવેદન પત્ર આપ્યું ત્યારે તંત્ર દ્વારા પાણી સમસ્યા હલ કરવા ખાત્રી આપી છે ત્યારે હવે ક્યારે પાણી સમસ્યા હલ થશે તે જોવાનું રહ્યું.
વેપારીનું કહેવુ છે કે, તાજેતરમાં હાઇકોર્ટના હુકમ અન્વયે તેમના હુકમની અમલવારી ચાલુ કરવામાં આવેલ છે. આ બાબત પર્યાવરણ માટે આવકાર્ય બાબત છે. પરંતુ કાયદો કાનૂન લોક કલ્યાણ માટે બને છે પરંતુ જયારે નામદાર હાઇકોર્ટના હુકમની અમલવારી કરવાની ત્યારે વૈકલ્પીક વ્યવસ્થાઓ ઉભી કર્યા વગર અમો તમામ વેપારીઓને હેરાન કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે તેમજ આવા કારણોસર અમારે દુતકાનો બંધ રાખવી પડે છે અને તેની અસર યાત્રીકો પર પડે છે અને ખોટા મેસેજ યાત્રીકોમાં જઇ રહ્યા છે.
ભારતના યશસ્વી વડાપ્રધાન અર્થતંત્રને વેગ આપવા માટે કોશીષ કરી રહ્યા છે અને યાત્રાધામોનો વિકાસ ઝડપથી થાય અને તે માટે કટીબઘ્ધ છે ત્યારે જૂનાગઢ પણ પવિત્રયાત્રાધામ અને પ્રવાસનધામ તરીકે રોપ-વે આવ્યા પછી વિકાસ તરફ આગળ વધી રહ્યુ છે અને પ્રવાસી યાત્રીકોને સાથ સહકાર આપવોએ આપણી નૈકિ ફરજ છે.
જયારે ગીરનાર ઉપર અસંખ્ય કુંડો આવેલા છે અને તે વરસાદના પાણીથી ભરેલા છે અને તેનો વધારેમાં વધારે ઉપયોગ થવો જોઇએ અને પ્રવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડવાની સરકારની પ્રાણમીક ફરજ છે અમો તમામ વેપારીઓ જો અમારી દુકાન સુધી પાણી પહોંચાડવામાં આવે તો અમો નફા નુકશાનનું વિચાર્યા વગર ફ્રીમાં પાણી વિતરણ કરવા માટે તૈયાર છીએ અને તે ઉપરાંત વ્યાપારીઓ પણ સફાઇમાં ઘ્યાન આપે છે પરંતુ જે યાત્રીઓ પરાણે ખાવાનુ કે પ્લાસ્ટીકની બોટલ લઇને આવે અને આજુ-બાજુ નાખી જાય છે જેનો ભોગ અમારે તમામે બનવાનો વારો આવે છે.
જયારે ઝુપડપટ્ટીમાં લાઇટ કનેકશન આપવામાં આવતુ હોય છે અત્યારે હંગામી કનેકશન ત્યાર બાદ કાયમી વીજ કનેકશન મળવુ જોઇએ. તેમજ ઉતાવળે નામદાર હાઇકોર્ટના હુકમની અમલવારી થઇ શકે નહી અને જે તાત્કાલીક ફીઝીબલ નથી જે આપ અને આપની સાથે સંકળાયેલા તંત્રના તમામ લોકો જાણે છે. છતા પણ અમોએ હેરાન ગતી કરવામાં આવે છે જે યોગ્ય નથી. હિન્દુસ્તાનમાં 24 રીઝર્વ ફોરેસ્ટ તથા 11 અભ્યારણો છે તેનો અભ્યાસ કરી અને ત્યાં યાત્રા ધામોને જે રીતે સુવિધાઓ મળે છે તેવી જ સગવડતાઅ ગીરનાર સીડી પરના વ્યાપારીઓને પણ મળવી જોઇએ.
હાલનું આ આંદોલન અમોને ગમતુ નથી પરંતુ તંત્રની જોહુકમી સામે ના છુટકે અમારે હાલનું આંદોલન કરવાની ફરજ પડે છે અને વૈકલ્પીક વ્યવસ્થા હંગામી ધોરણે અને ભવિષ્યમાં કાયમી ધોરણે થાય અને હંમેશ માટે આ પ્રશ્ર્નોનો નિકાલ થાય તેવી અમારી માંગણી તથા લાગણી છે.