માંગનાથ વેપારીઓ રસ્તા પર બેસી રામધૂન શરુ કરી
શહેરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર કામગીરી લોકો ત્રસ્ત : વર્ષોથી ગટરના કામ મુદ્દે લોકો પરેશાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ચાલતી ભૂગર્ભ ગટરના કામોથી શહેરીજનો ત્રસ્ત થઇ ચુક્યા છે ભૂગર્ભ ગટરના કામના લીધે રસ્તાની હાલત અતિ ખરાબ થતી હોવાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ શહેરના માંગનાથ રોડ પરના વેપારી એસોસીએશનના વેપારીભાઈઓએ ભૂગર્ભ ગટરના કામનો વિરોધ કરીને રસ્તા પર બેસીને રામધૂન બોલાવી રોષ વ્યક્ત કરીને કામ અટકાવ્યું હતું.
જૂનાગઢ માંગનાથ રોડ પર ભૂગર્ભ ગટરનું કામ શરુ થતા વેપારીએ રોષ વ્યક્ત કર્યો હતો અને હિતેશભાઈએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કામના લીધે વેપારીઓને નુકશાન થશે જયારે જે જૂની ગટર છે તે ખુબ મોટી છે અને હાલ જે ભૂગર્ભ ગટર બનશે તે માત્ર 8 ઇંચના ભૂંગળા નાખીને બનાવામાં આવી રહી છે તે મુદ્દે કોન્ટ્રાકટર અને તંત્રને વાત કરતા કોઈ જવાબ આપતા નથી જૂની ગટર ખુબ મોટી છે.તેને માત્ર વ્યવસ્થિત સફાઈ થાય તો સમસ્યા હલ થશે અને જે દુકાનમો જૂની ગટરનું પાણી દુકાનોમાં ભરાય છે તેમાં બિલ્ડરોનો વાંક છે અને જૂની ગટરના પાયા ખોદીને બિલ્ડીંગો બનાવ્યા છે એમાં વેપારીનો વાંક શું હાલ તો જે ભૂગર્ભ ગટર કામગીરી શરુ કરવામાં આવી છે તેનો વોરોધ યથાવત રહશે ત્યારે આજ સવારથી કામગીરી શરુ થતા અમે રોષ સાથે વિરોધ પ્રગટ કર્યો છે જાય સુધી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીમાં જે 8 ઇંચના ભૂંગળા નાખવામાં આવશે તે મુદ્દે અમારો વિરોધ છે અને જૂની ગટરની સફાઈ કર નાખે તો સમસ્યા હલ થઇ જશે તેમ જણાવ્યું હતું.જયારે માંગનાથ રોડ પર ભૂગર્ભ ગટરનું કામ શરુ થતા અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, 100 વર્ષ જૂની ગટરના પાણી વેપારીની દુકાનોમાં ભરાય છે.તેની સમસ્યા ઉકેલ લાલવા માટે મહાનગર પાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરની કામગીરી શરુ કરવામાં આવી છે તે યોગ્ય છે. અને વેપારી ભાઈઓને વિશ્વાસમાં લઈને કામગીરી કરવી જોઈએ અને વેપારી ભાઓએ પણ તંત્રને સહયોગ આપવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ભૂગર્ભ ગટરના લીધે શહેરના બદતર રસ્તાથી ક્યારે છુટકારો ?
જૂનાગઢ શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટર કામગીરી ચાલી રહી છે તેની સાથે ગેસ લાઈન પણ કામીગીરી શરુ કરવામાં આવી છે તેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાની હાલત બત્તર બનતા લોકો ઘણા વર્ષોથી ખરાબ રસ્તાનો સામનો કરી મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે શહેરીજનોની મુશ્કેલીની હદ પુરી થતા આજ રોજ ભૂગર્ભ ગટરનો વિરોધ શરુ થયો છે.ત્યારે સ્થાનિક લોકો તંત્ર પાસે જવાબ માંગે છે કે કયારે ભૂગર્ભ ગટરનું કામ પૂરું થશે અને ક્યારે સારા રસ્તાનું નિર્માણ થશે.