વડોદરાની ઉમા હર્બલ કેર સામે 20-8-2023ના રોજ રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ માર્ક્સમાં અરજી થઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રજિસ્ટ્રાર ઓફ ટ્રેડમાર્ક્સ, અમદાવાદ સમક્ષ વડોદરાની કંપની “ઉમા હર્બલ કેર” દ્વારા તારીખ 20/08/2023 ના રોજ ટ્રેડ માર્ક મેળવવા અરજી કરાયેલી હતી. રજીસ્ટ્રાર ઓફ ટ્રેડ માર્ક્સ દ્વારા આ અરજીની વિરુદ્ધ તારીખ 09/11/2023ના રોજ ટ્રેડ માર્ક્સ એક્ટ-1999 તથા ટ્રેડ માર્ક્સ રૂલ્સ-2002 અંતર્ગત સેકશન 9(1) તથા સેકશન-11 અંતર્ગત “ઉમા હર્બલ કેર” કંપનીની ટ્રેડ માર્ક્સ અરજી રિજેક્ટ કરવા સિવિયર ઓબ્જેક્શન આપવામાં આવેલ અને 30 દિવસમાં આ ઓબ્જેક્શન રિપોર્ટનો જવાબ આપવા જણાવ્યો હતો. ત્યારે શ્રી પંડ્યા એન્ડ કંપની – એડ્વોકેટ્સ એન્ડ લો ક્ધસલ્ટન્ટ દ્વારા તારીખ 07/12/2023ના રોજ આ ઓબ્જેક્શન રિપોર્ટનો જવાબ ફાઇલ કરવામાં આવેલ.
- Advertisement -
ત્યાર બાદ અલગ અલગ પ્રોસેસ બાદ આ કેસ ફાઇનલ હિયરિંગ માટે તા. 08/07/2025 ના રોજ બોર્ડ ઉપર આવ્યો. ડો.કુમાર પંડ્યાએ સુપ્રીમ કોર્ટ તથા અલગ અલગ હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરી નામદાર ટ્રિબ્યુનલ સમક્ષ કેસનું હિયરિંગ કર્યું. આ ટ્રેડ માર્ક કેસમાં “ઉમા હર્બલ કેર” કંપનીનો કેસ સંપૂર્ણ ફેવરેબલ ગણીને ટ્રીબ્યુનલ દ્વારા તા. 08/07/2025 ના રોજ નામદાર રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ માર્ક્સ દ્વારા આપવામાં આવેલ તમામ ઓબ્જેક્સન ઓવરરૂલ કરી “ઉમા હર્બલ કેર” કંપનીની સંપૂર્ણ તરફેણમાં હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં “ઉમા હર્બલ કેર” ના એડવોકેટ તરીકે રાજકોટના શ્રી પંડ્યા એન્ડ કંપની એડ્વોકેટ્સ એન્ડ લો ક્ધસલ્ટન્ટના ડો. કુમારભાઈ પંડયા-એડવોકેટ, જનકભાઈ પંડ્યા-એડવોકેટ તથા મોનાર્કભાઈ પંડ્યા-એડવોકેટ રોકાયેલ હતા તથા મારવાડી યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ દેવાંશભાઈએ કેસના ડ્રાફ્ટીંગમાં મદદ કરી હતી.