ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું ગઈકાલે અવસાન થયું. ભારતના ઓટોમોટિવ ઉદ્યોગના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ અને દેશમાં ટોયોટાનો ચહેરો ગણાતા વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે નિધન થયું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિક્રમ કિર્લોસ્કરનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.
ટોયોટા ઈન્ડિયાએ ટ્વિટ કરીને માહિતી
આપી છે કે ટોયોટા ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ દુ:ખદ સમાચારની માહિતી આપી છે અને આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બર 2022ના રોજ અકાળે અવસાન થયું છે અને તેના કારણે અમે ખૂબ દુ:ખી છે. આ દુ:ખની ઘડીમાં અમે સૌને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે. તેમના અંતિમ સંસ્કાર 30 નવેમ્બર 2022 ના રોજ બપોરે 1 વાગ્યે હેબ્બલ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
- Advertisement -