ડીજે વિથ ડાન્સ પાર્ટી સાથે પ્રવાસીઓ ઝુમી ઉઠયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ સાસણ ગીર એશિયાટિક સિંહોના નિવાસ સ્થાને હજારોની સંખ્યમાં સિંહ દર્શન કરવા ઉમટી પડ્યા હતા એ સમયે થર્ટીફસ્ટ અને 2025 ન્યુયરને વેલકમ કરવા અનેક રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં ડીજે વિથ ડાન્સ સાથે લોકોએ થર્ટીફસ્ટની શાનદાર ઉજવણી કરી હતી.
- Advertisement -
સાસણ ગીર ખાતે વેટ એન્ડ વાયલ્ડ વોટર પાર્ક ખાતે નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં ગીરના તમાંમ હોટલો ફાર્મ હાઉસ વોટર પાર્ક રિસોર્ટમાં લોકો ઝુમી ઉઠ્યા હતા.એક તરફ કડકડતી ઠંડી સાથે ડીજેના તાલે પર્યટકો વીતેલા વર્ષ 2024ને બાય બાય સાથે 2025ના નવા વર્ષને વેલકમની સાથે ડાન્સ પાર્ટી યોજવામાં આવી હતી. જયારે સાસણ ગીરના હોટલ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે લોકો દ્વારા થર્ટી ફર્સ્ટને ખાનગી આયોજન થયા હતા તેમજ ડીજે વિથ ડાન્સના આયોજનમાં યુવા ધન ઝુમી ઉઠ્યુ હતું જયારે ડીજે સાથે ફટાકડા આતશબાજી સાથે નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.



