રાજકોટ જિલ્લાના ખેડૂતો મહેનત કરીને મબલખ પાક ઉત્પાદિત કરે છે. જેના વેચાણ અર્થે વિવિધ પાકોના મબલખ ઉત્પાદનને લઈને ખેડૂતો કતારબંધ વાહનો સાથે તાલુકાના માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા હોય છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૩૦૦ કવીન્ટલ ચણા, ૨૪૦ કવીન્ટલ જીરૂ, ૨૦૦ કવીન્ટલ ઘઉં એન.પી. ટુકડા, ૧૬૦ કવીન્ટલ તલ સફેદની આવક સહિત વિવિધ જણસોની જથ્થાની કુલ ૧૨૪૪ કવીન્ટલ આવક થયેલ છે. કુલ રૂ. ૮૬,૫૯,૬૦૫ નું ટર્નઓવર થયું હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રીની યાદીમાં જણાવાયું છે.