નસીબ તે આનું નામ
કયારેક તમારા જૂના કપડાં, પુસ્તકો અથવા પર્સમાં છૂપાવેલાં પૈસા દિવસો પછી અચાનક જ તમને મળ્યા છે? ભલે પછી એ 50 રૂપિયા હોય કે 500 રૂપિયા તે મળવાનો આનંદ કંઈ અલગ જ હોય છે. જો કે દુનિયામાં અમુક એવા પણ નસીબદાર હોય છે જેમને અચાનક જ 500-1000 રૂપિયા નહીં પણ અબજોની કિંમતનો ખજાનો હાથ લાગ્યો હોય. આવા ટોપ 10 ખજાના અને તેને મેળવનાર નસીબવંતા લોકોની માહિતી આગળ મુજબ છે.
01: વર્ષ 1974માં ચાઈનાના શાંક્શી ગામમાં સ્થાનિક ખેડૂતોને આ ખજાનો હાથ લાગ્યો હતો. જેમાં અનેક યોદ્ધાઓ, રથ અને ઘોડાની પ્રતિકૃતિનો સમાવેશ થાય છે. વર્ષ 2007માં ધ્યાને આવ્યું હતું કે તેમાં 8000 જવાનો, 130 રથ અને 520 ઘોડાનો સમાવેશ થાય છે. આ સેના ચીનના પ્રથમ સમ્રાટ કિન શી હુઆંગની હોય તેવું માનવામાં આવે છે. યુનેસ્કો દ્વારા આ જગ્યાને ઐતિહાસિક ધરોહર જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
09 : 1.25$ મિલિયન કિંમત
માર્ટીન જોનસન હીડનું પેઇન્ટિંગ
ઈન્ડીયાનામાં રહેતાં એક અમેરિકને પોતાના હોલની દિવાલને ડેકોરેટ કરવા માટે એક થ્રેફટ સ્ટોરમાંથી એક પેઇન્ટિંગ ખરિદ્યુ. થોડા વર્ષો પછી કોઈ બોર્ડ ગેમ રમતી વખતે તેને તેના હોલની દિવાલ પર લગાવેલા પેઇન્ટિંગ અને જાણીતા આર્ટિસ્ટ માર્ટીન જોનસન હીડના પેઇન્ટિંગ વચ્ચે ઘણી સામ્યતા હોવાનું ધ્યાને આવ્યું. તેણે પોતાની શંકાના સમાધાન માટે મેનહટનની આર્ટ ગેલેરીનો સંપર્ક કર્યો. જ્યાં તેને જાણવા મળ્યું કે તેની પેઇન્ટિંગ વાસ્તવમાં માર્ટીન જોનસન હીડનું પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ બાદમાં એક ફાઈન આર્ટસ ગેલેરીને 1.25 મિલિયન ડોલરમાં વેંચવામાં આવ્યું.
10: 1,08,000$ કિંમત
અટારીની દફનાવેલી ગેમ્સ
આ વાત છે ન્યુ મેક્સિકોની, જ્યાં ગેમ્સ બનાવતી કંપની અટારીએ પોતાનું વેરહાઉસ ખાલી કર્યું અને 1983માં તેના શહેરમાં લગભગ 800,000 ગેમ્સને ડમ્પ કરવાની જવાબદારી અલામોગોર્ડોને સોંપી, આ માટે પૈસા પણ ચૂકવવામાં આવ્યા. જોસેફ લેવાન્ડોવસ્કી કે જે આ ઘટના બની ત્યારે તે સ્થળ પર હતા અને બાદમાં જે ગાર્બેજ કંપનીએ આ ગેમ્સને દાટી હતી તે ખરીદી લીધી. અનેક લોકો આ ગેમ્સ વિશે પૃચ્છા કરતાં પણ અટારીએ આવી ઘટના બની હોવાનો જ ઈન્કાર કરી દીધો હતો. જો કે બાદમાં લેવાન્ડોવસ્કીએ 30 ફૂટ ઉંડે ખોદકામ કરી દાટેલી અનેક ગેમ્સનો ખજાનો શોધી કાઢ્યો અને લેવાન્ડોવસ્કીએ તેને ઈબે પર વેચાણ માટે મૂકતાં 1,07,930 ડોલરની કિંમત ઉપજી હતી.
08 2.2$ મિલિયન કિંમત
ગરાજ સેલ ચાઈનીઝ બાઉલ
ગરાજ સેલ ચાઈનીઝ બાઉલ
વર્ષ 2007માં ગરાજ સેલમાં રહેતાં એક પરિવારને એક બાઉલ રૂપે જેક પોટ હાથ લાગ્યો હતો. માત્ર 3 ડોલરની કિંમતે ખરિદેલ બાઉલ પર ચાઈનીઝ ડિઝાઈન અંકિત થયેલી હતી. આ ડિઝાઈનને લઈને ઉત્સુકતા જાગતા પરિવારે તપાસ કરી તો માલૂમ પડ્યું કે તેમણે 3 ડોલરમાં ખરિદેલ બાઉલ વાસ્તવમાં 1 હજાર વર્ષ જૂનો ડિંગ બાઉલ છે. જે પછી જાણીતા ઓકશન હાઉસ સોથબી દ્વારા તેની હરાજી કરવામાં આવી. જેને એક ચાઈનાના જ એન્ટિક ચીજો એકત્ર કરવાના શોખીને 2.2 મિલિયન ડોલરમાં ખરિદ્યો.
07: 3.3$ મિલિયન કિંમત
મિડલહેમ જ્વેલ
મિડલહેમ જ્વેલ
મિડલહેમ જ્વેલ નામનું નાનકડું પેનડન્ટ 1985માં ઈંગ્લેન્ડના એક ફૂટપાથ પરથી મળી આવ્યું હતું. આ પેન્ડન્ટ એક મેટલ ડિટેકટરને મળ્યું હતું. નાનકડા એવા પેન્ડન્ટ પર 10 કેરેટનો બ્લુ રંગનો શેફાયર જડેલ છે. તેના પર 15મી સદી દરમિયાન કરવામાં આવેલ ડિઝાઈન જોઈ શકાય છે. આ પેન્ડન્ટ ઈંગ્લીશ રોયલ પરિવારનું હોવાનું માનવામાં આવે છે. આ પેન્ડન્ટ યોર્કશાયર મ્યુઝિયમ દ્વારા 3.3 મિલિયન ડોલરમાં ખરિદવામાં આવ્યું હતું.
- Advertisement -
06: 4.11$ મિલિયન કિંમત
સ્ટેફોર્ડશાયર હોર્ડ
સ્ટેફોર્ડશાયર હોર્ડ
ઈંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયરમાં વર્ષ 2009માં ટેરી હર્બટને આ ખજાનો હાથ લાગ્યો હતો. અહીંના સ્થાનિક ખેડૂતે પોતાની જમીન પર ઐતિહાસિક ચીજ વસ્તુઓની શોધખોળ માટે ટેરી હર્બટને કામ સોંપ્યું હતું. થોડા જ મહિનાઓમાં જેકપોટ રૂપે 3500 કરતાં વધુ ઐતિહાસિક ચીજો હાથ લાગી હતી. ગોલ્ડ ક્રોસથી લઈને તલવારોનો તેમાં સમાવેશ થાય છે. આ ચીજો બાદમાં બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી તથા પોટેરીસ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરીએ 4.11 મિલિયન ડોલરની કિંમતે ખરીદી લીધી હતી.
05: 10$ મિલિયન કિંમત
સેડલ રિજ હોર્ડ
વર્ષ 2014માં કેલિફોર્નિયાનું એક દંપતિ તેના પાલતું શ્વાન સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમને આ ખજાનો હાથ લાગ્યો હતો. આમ તો તેઓ દરરોજ આ જ રસ્તેથી પસાર થતાં હતા પરંતુ તે દિવસ તેમના માટે નસીબદાર પૂરવાર થયો. જમીનમાં કેન સાથે દાટેલા 1500 કરતાં વધુ સોનાના સિક્કા આ દંપતીને મળ્યા હતા. યુએસમાં અત્યાર સુધીમાં મળેલો આ સૌથી મોટો ખજાનો માનવામાં આવે છે. જેની કિંમત 10 મિલિયન ડોલર આંકવામાં આવે છે.
04: 50$ મિલિયન કિંમત
શ્રોડા સ્લાસ્કા ટ્રેઝર
પોલેન્ડના શ્રોડા સ્લાસ્કા નામના શહેરમાં વર્ષ 1985-1988 દરમિયાન અલગ અલગ બે બિલ્ડીંગના ખોદકામ દરમિયાન તેના પાયામાંથી આ ખજાનો મળી આવ્યો હતો. 3000 કરતાં વધુ સોના- ચાંદીના સિક્કા, સોનાનો ક્રાઉન, વિંટી સહિત અનેક કિંમતી ચીજો મળી આવી હતી. જો કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ સાઈટનો કબજો લેવામાં આવે તે પહેલાં અનેક ચીજો ગુમ થઈ ચૂકી હતી. જો કે સુરક્ષિત રહી ગયેલી ચીજોની પણ 50 મિલિયન ડોલર કિંમત ઉપજી હતી.
03: 100$ મિલિયન કિંમત
34 કિલોનું વિશ્ર્વનું સૌથી મોટું મોતી
34 કિલોનું વિશ્ર્વનું સૌથી મોટું મોતી
ફિલિપિન્સના એક માછીમારને 2006માં પાલવાન આઈલેન્ડ નજીક મળી આવ્યું હતું. આ ખજાનાથી અજાણ માછીમારે 10 વર્ષ સુધી તેના પલંગ નીચે સાચવી રાખ્યું હતું. 34 કિલો વજનનું આ મોતી વિશ્વનું સૌથી મોટું મોતી હોવાનો રેકોર્ડ ધરાવે છે. 1 ફૂટની પહોળાઈ અને 2.2 ફૂટની લંબાઈ ધરાવતાં આ મોતીની કિંમત 100 મિલિયન ડોલર આંકવામાં આવી છે.
02 : 113$ મિલિયન કિંમત
ફર્ગોટન કેરાવાજીયો
વર્ષ 2014માં ફ્રેન્ચ શહેરના તુલોઝ ગામમાં એક ઘરમાંથી મળી આવેલી આ પેઇન્ટિંગ જેક પોટ સાબિત થઈ હતી. આર્ટ એક્સપર્ટ ઈરિકને તેના ઘરે પાઈપ રિપેરની કામગીરી વખતે આ પેઇન્ટિંગ હાથ લાગી હતી. બાઈબલના એક દ્રશ્યને પ્રદર્શિત કરતી આ પેઇન્ટિંગના હરાજીના 113 મિલિયન ડોલર ઉપજે તેવી શક્યતા સેવાઈ રહી છે.