માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વ્રત પણ કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી પર વ્રત કરવાથી કોઈ પણ પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત પણ કરવામાં આવે છે. જેનાથી ભક્તોને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે કારણે આ મોક્ષદા એકાદશીના નામથી પણ ઓળખાય છે.
- Advertisement -
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોક્ષદા એકાદશીના દિવસે અમુક કાસ ઉપાયો કરવાથી ભક્તોને સુખ-સમૃદ્ધિ અને ધન-ઐશ્વર્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે મોક્ષદા એકાદશી ત્રણ ડિસેમ્બર 2022 શનિવારે આવશે. જોકે ઘણા લોકોને કન્ફ્યુશન છે કે આ એકાદશી ત્રણ ડિસેમ્બરે છે કે 4 ડિસેમ્બરે. માટે અમે તમને જણાવીએ તેની યોગ્ય તારીખ, પૂજાનું મુહૂર્ત અને અમુખ ખાસ ઉપાય.
મોક્ષદા એકાદશીની સાચી તારીખ અને મુહૂર્ત
મોક્ષદા એકાદશી આ વર્ષે ત્રણ ડિસેમ્બર 2022 એટલે કે કાલે ઉજવવામાં આવશે. આ શનિવારે સવારે 5.39 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે રવિવારે સવારે 5.34 મિનિટ પર સમાપ્ત થશે. મોક્ષદા એકાદશીનું વ્રત 3 ડિસેમ્બરે કરવામાં આવશે અને તેના પારણા 4 ડિસેમ્બર એટલે કે રવિવારે થશે. ભક્ત વ્રતના પારણા 7.05 વાગ્યાથી સવારે 9.09 વાગ્યા સુધી કરી શકે છે.
આ દિવસે ઉજવાય છે ગીતા જયંતિ
એવી માન્યતા છે કે આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતમાં અર્જુનને કુરૂક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું માટે આ દિવસે ગીતા જયંતી પણ ઉજવવામાં આવે છે. તેની સાથે જ આ તિથિ પર રવિ નામનો યોગ બની રહ્યો છે. જેનાથી આ દિવસનું મહત્વ વધી જાય છે. આ યોગમાં પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- Advertisement -
મોક્ષદા એકાદશીની પૂજા વિધિ
મોક્ષદા એકાદશીને દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરી ઘરના મંદિરની સફાઈ કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની તસવીર અથવા મુર્તિની સામે દેશી ધીનો દિવો અને ધૂપ કરી વ્રતનું સંકલ્પ લો. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો. તેમને ફૂલોની માળા પહેરાવો. ત્યાર બાદ વિધિથી પૂજા કરો.
પૂજામાં કંકુ, ચંદન, સિંદૂર, તુલસીના પાન અને ફૂલોનો સમાવેશ કરો. ભગવાન વિષ્ણુને મિઠાઈ અને ફૂળોનો ભોગ લગાવો. ત્યાર બાદ કથા સાંભળો. એકાદશીની કથા સાંભળ્યા બાદ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. બીદા દિવસે પૂજા કર્યા બાદ વ્રતના પારણા અને દાન-પુણ્ય કરો.