દેશમાં હાલના સમયમાં ટોમેટો ફ્લૂના કેસો ઝડપથી વધી રહ્યા છે. બાળકોમાં આ બિમારીના વધારે કેસો જોવા મળી રહ્યા છે.
દેશમાં હાલના સમયમાં ટોમેટો ફ્લૂના કેસો ઝડપથી વધી રહ્યા છે. બાળકોમાં આ બિમારીના વધારે કેસો જોવા મળી રહ્યા છે. આ મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં એ તમામ ગાઈડલાઈન બતાવી છે, જેનું પાલન કરવું જરૂરી છે. સરકારે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કરીને ટોમેટો ફ્લૂના લક્ષણ અને તેની સારવારને પણ જણાવ્યું છે.
- Advertisement -
શું છે ટોમેટો ફ્લૂ
ટોમેટો ફ્લૂ એક વાયરલ બિમારી છે, જેમાં શરીર પર ટામેટાના આકાર જેવી ફોલ્લીઓ થઈ જાય છે. તેના મોટા ભાગે લક્ષણ બીજા વાયરલ ઈંફેક્શન જેવા જ હોય છે. તેમાં તાવ, સાંધામાં દુખાવો, થાક, સાંધામાં સોજો, ગળામાં ખરાશ જેવા લક્ષણો છે. આ વાયરલની શરુઆત હળવા તાવથી થાય છે, બાદમાં ગળામાં ખરાબ પણ શરૂ થાય છે. તાવ બેથી ત્રણ દિવસ બાદ શરીર પર લાલ રંગના ડાઘ દેખાવા લાગે છે, જે બાદ ફોલ્લી થઈ જાય છે. આ મોટા ભાગે મોની અંદર, જીભ પર અથવા તો પેઢામાં જોવા મળે છે.
સંક્રમિત થવા પર શું કરવું જોઈએ
- Advertisement -
-પાંચથી સાત દિવસ સુધી પોતાની જાતને આઈસોલેટ કરી દો, બિમારી ન ફેલાય, તેનું ધ્યાન રાખશો
-આજૂબાજૂના વિસ્તારમાં સાફ સફાઈ રાખો, વાયરસથી સંક્રમિત બાળકને અન્ય બાળકો સાથે રમવા ન દો, રમકડા શેર ન કરો
-ફોલ્લીઓને હાથ ન લગાવો, જો આવું કરો તો તુરંત હાથ ધોઈ નાખો
-સંક્રમિત બાળકોના કપડા, વાસણ અલગ રાખો
-પુરતો આરામ મળવો જરૂરી
-સંક્રમિત છે, કેવી રીતે ખબર પડશે
– Respiratory Samples દ્વારા સરળતાથી જાણી શકાય છે કે, બિમારીના 48 કલાકની અંદર જ શ્વસનના સેમ્પલ આપવામાં આવે
– Fecal સેમ્પલ દ્વારા પણ આ વાયરસની ઓળખાણ થઈ શકે છે, અહીં સેમ્પલ 48 કલાકની અંદર આપવા જરૂરી છે.
આમ તો એ જાણવું જરૂરી છે કે, હજૂ સુધી ટોમેટો ફ્લૂની કોઈ અલગથી દવા નથી, જો દવા વાયરલ હોવા પર આપવામાં આવે તો, તેનો ઉપયોગ તેના વિરુ્દધ પણ કરવામા આવી રહ્યો છે. અત્યાર સુધીમાં જે પણ કેસ સામે આવ્યા છે, તેમાં મોટા ભાગના 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો છે. ત્યારે આવા સમયે સરકાર સૌથી વધારે બાળકો માટે ચિંતિત છે અને તેમને આ વાયરલથી સુરક્ષિત રાખવા પર ભાર આપી રહી છે.
ટોમેટો ફ્લૂ કેવી રીતે ફેલાય છે?
એવું પણ જણાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકો હજુ પણ ટોમેટો ફ્લૂનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરી રહ્યા છે, પરંતુ હાલમાં તેને વાયરલ ચેપનું એક સ્વરૂપ માનવામાં આવી રહ્યું છે. કેટલાકે એવું પણ સૂચવ્યું છે કે તે ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાની આડઅસર હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે તેનો સ્ત્રોત વાઈરસ છે, પરંતુ તે કયા વાઈરસને કારણે ફેલાઈ રહ્યો છે કે કયા વાઈરસથી સંબંધિત છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી?
દેશમાં ટોમેટો ફ્લૂ કેટલો ફેલાયો?
હાલમાં કેરળમાં ટોમેટો ફ્લૂના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. જુલાઈ સુધીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 82 બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. વધતા જતા કેસોને જોતા તમિલનાડુ, કર્ણાટક સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.