નવી સીઝન માટે IPL ટીમો આજે રિટેન ખેલાડીઓ જાહેર કરશે, હાર્દિક પંડ્યા, વોર્નર, કે.એલ. રાહુલ પર સૌની નજર
ખાસ-ખબર સંવાદદાતા
IPL-2022ના મેગા ઓક્શન પહેલાં BCCI દ્વારા નિર્ધારિત IPL રિટેન્શનની સમયમર્યાદા 30 નવેમ્બરે પૂરી થઈ રહી છે. જાન્યુઆરીમાં થનારા મેગા ઓક્શન માટે મોટા ભાગની ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આઠ ટીમ મહત્તમ 4-4 ખેલાડીને રિટેન કરી શકે છે, જ્યારે આગામી સીઝનથી બે અન્ય ટીમ લખનઉ અને અમદાવાદ પણ જોડાશે, એટલે તેમને પણ 3 ખેલાડી પસંદ કરવાની પરવાનગી છે. ત્યારે ડેવિડ વોર્નર અને કે.એલ.રાહુલ નવી ટીમોમાં જાય એવી સંભાવનાઓ છે, હવે જોવાનું રહ્યું કે તેમની ફ્રેન્ચાઈઝી તેમને રિટેન કરે છે કે નહીં. ટીમના મોટા ખેલાડીઓ અને વર્ષોથી ટીમની સાથે જોડાયેલા ખેલાડીઓ, જેવા કે રોહિત શર્મા, એમ.એસ. ધોની, વિરાટ કોહલીને તેમની ફ્રેન્ચાઈઝીઓ ટીમમાં રિટેન કરી શકે છે. જ્યારે કે.એલ.રાહુલ, હાર્દક પંડ્યા, સુરેશ રૈના અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓની ફરીથી નિલામી થઈ શકે છે.
1થી 25 ડિસેમ્બર સુધી નવી ટીમો ત્રણ ખેલાડીને પસંદ કરશે
- Advertisement -
1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી, બે નવી IPL ટીમ કોઈપણ ત્રણ ખેલાડીને તેમના પક્ષમાં સામેલ કરી શકે છે. જો ટીમો ચાર ખેલાડીને રિટેન કરે તો તેઓ 42 કરોડનો ખર્ચ કરી શકશે. બાકીની રકમથી તેમણે બાકીના ખેલાડીઓ ખરીદવા પડશે. જો ત્રણ ખેલાડી રિટેન કરશે તો તેઓ માત્ર 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે.