લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં 4 જૂને ભાજપ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે બજાર તૂટયું હતું પરંતુ આજે બુધવારે સારી રિકવરી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.
મંગળવારે શેરબજાર તૂટયું હતું પણ એ બાદ આજે 5 જૂન 2024ના રોજ સારી રિકવરી જોવા મળી રહી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મજબૂત શરૂઆત થઈ હતી અને આજના કારોબારમાં નિફ્ટી 22100 ની નજીક આવી ગયો છે. જ્યારે સેન્સેક્સ પણ શરૂઆતી કારોબારમાં લગભગ 650 પોઈન્ટ મજબૂત થયો છે.
- Advertisement -
મંગળવારે પરિણામના દિવસે સેન્સેક્સ 6100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે સરકી ગયો હતો.
આજે સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાય છે અને આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે આ પહેલા મંગળવારે અમેરિકન શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. જો કે સ્થાનિક સ્તરે પણ રાજકીય અસ્થિરતાની લાગણી હજી સંપૂર્ણપણે શાંત થઈ નથી. અત્યારે પણ ઘણા શેરોમાં વધ-ઘટ જોવા મળી રહી છે.
ગઇકાલની વાત કરીએ તો બજાર બંધ થયું ત્યાં સુધીમાં થોડી રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ 4389.73 પોઈન્ટ્સ અથવા 5.74 ટકા ઘટીને 72,079.05 પર બંધ થયો હતો. સાથે જ નિફ્ટી 1379.40 પોઈન્ટ્સ અથવા 5.93 ટકા ઘટીને 21,884.50ના સ્તરે બંધ થયો હતો.
- Advertisement -