ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) હવામાનની સચોટ માહિતી આપવા માટે આજે એક સેટેલાઇટ લોન્ચ કરશે.
ISROથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) હવામાનની સચોટ માહિતી આપવા માટે આજે એક સેટેલાઇટ લોન્ચ કરશે. હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ INSAT-3DS આજે એટલે કે 17મી ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. તેને ‘નૉટી બોય’નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ઈસરોએ જણાવ્યું છે કે, GSLV-F14 શનિવારે સાંજે 5.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. તેને લિફ્ટ-ઓફ થયાની લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તૈનાત કરવામાં આવશે. આ રોકેટનું એકંદરે 16મું મિશન હશે અને સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને તેની 10મી ઉડાન હશે.
GSLV-F14/INSAT-3DS Mission:
The launch is now scheduled at 17:35 Hrs. IST.
- Advertisement -
It can be watched LIVE from 17:00 Hrs. IST on
Website https://t.co/osrHMk7MZL
Facebook https://t.co/SAdLCrrAQX
YouTube https://t.co/IvlZd5tVi7
DD National TV Channel@DDNational @moesgoi #INSAT3DS
— ISRO (@isro) February 15, 2024
INSAT-3DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ઈસરોએ કહ્યું છે કે ‘GSLV-F14/INSAT-3DS મિશન: 17 ફેબ્રુઆરી, 2024ના રોજ 17.35 કલાકે લોન્ચ માટે 27.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.’
શું કરશે નૉટી બૉય ?
‘નૉટી બોય’નું વજન 2274 કિલો છે. એકવાર કાર્યરત થયા પછી ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ સહાયિત શોધ અને બચાવ ટ્રાન્સપોન્ડર વહન કરશે. તેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.