વેરાવળમાં દીનું વૈદ્ય, શિરીષ વસાવડા, રાજકોટના મધુસદન ભટ્ટ, દેવાંશુ ઝિંકાર આજે પણ રેડિયોના ચાહક
અમે ત્રણ પેઢીથી રેડિયો પ્રેમી, “મારી માટે રેડિયો દુ:ખ દર્દ દૂર કરવાનું પેઈન કિલર છે” માલદે દાસા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
946 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય પ્રસારણ ની શરૂઆત કરી અને યુનેસ્કોએ 2011માં પહેલીવાર વિશ્વ સ્તર ઉપર 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ નિર્ણય અને અમલ કરાયો. ગીર-સોમનાથના વેરાવળમાં રહેતા રેડિયો ચાહક માલદેદાસ આપશે વિવિધ કંપનીઓ-વિશેષતાઓ અને જે તે કાલ ખંડના 350 થી પણ વધારે રેડિયોનું કલેક્શન છે. માલદે ભાઈ કહે છે મારી ત્રણ પેઢીથી રેડિયાના ચાહક છીએ. મારા પિતાશ્રી કરસન દાસા આજે રેડિયોની સંતવાણી સાંભળે છે જે તેના પિતાશ્રી પણ સાંભળતા હતા રેડિયો ગોઠવવામાં અને તેને લગતી બાબતોમાં માલદેભાઈના પત્ની રેખા બહેનો અમૂલ્ય ફાળો છે. માલદે ભાઈના દરેક રૂમમાં કોઈ ન કોઈ રેડિયો સ્પીકર બારેમાસ ગોઠવાયેલ છે. તેમના કલેક્શનમાં વર્લ્ડ સ્પેસ રેડિયો પણ છે જે પ્રારંભમાં ભારતમાં હતો. તેમાં એવું હતું કે આપણે અત્યારે જેમ મોબાઇલમાં આપણે રકમ ભરી રિચાર્જ કરાવીએ છીએ તે સિસ્ટમ હતી અંદાજે ફી રૂપિયા 450 થી 500 થતી પરંતુ પ્રસારણ નીટ- ક્લીન રહેતું. માલદે ભાઈનું બચપન રેડિયોના રમકડા માંથી જ વીત્યું છે. માત્ર 14 વર્ષની ઉંમર રે તેઓને સાચો રેડિયો લેવાનું મન થયું અને એ પણ પોતાની મહેનતના પૈસે.
તે માટે પોરબંદરના એક કારખાનામાં મજૂરી અને નોકરી પણ કરી. રેડિયો ખરીદી જેટલા પૈસા થતા નોકરી છોડી ફરી પાછું ભણતરમાં પરોવાયો. હાલની તેઓની દિનચર્યા એ છે કે સવારમાં બ્રશની સાથે રેડિયો સાંભળવો અને રાત્રે સુતા પહેલા રેડિયો સાંભળે તો જ તેને ચેન પડે. મતલબ કે રેડિયો તેનો શ્વાસ છે અને તે માને છે કે મારા માટે દુ:ખ દર્દ નું પેનકિલર રેડિયો જ છે. વેરાવળમાં એફએમ રેડીયો શરૂ ન થયું ત્યાં સુધી લગભગ રોજિંદી રજાઓમાં તેઓ ખાસ વહેલી સવારે ટ્રેનમાં બેસી રાજકોટ જતા અને દિવસભર રેડિયો ધરાઈને સાંભળતા. તેઓના કલેક્શનમાં ગ્રંડીંગ, સોની, સાનિયો, મર્ફી, ફોલીટસ,હોલેન્ડ, નેશનલ પાનાસોનિક, હિટાચી, સહિત અનેક કંપનીઓના રેડિયો છે. તેઓ એવા કાલ ખંડના માણસ છે કે જે મળે મોટા ટેબલ જેવા રેડિયો, શોર્ટવેવ-મીડીયમ-વેવ, ટ્રાન્ઝિસ્ટર, એફ. એમ સહિતના રેડિયો યાત્રા માણી છે. રેડિયો પડ્યા પડ્યા તો બગડી જ જાય માટે દરરોજ બાકી દર અઠવાડિયે એક રેડિયોમાં સેલ વાપરી કે પ્લગ લગાડી રેડિયો વાપરવો પડે બાકી બગડી જાય છે. રેડિયો બગડે તો સમૂહ કરાવવા માલદે ભાઈ તળાજા, બોટાદ, અમદાવાદ અને છેક નાસિક, મુંબઈ સુધી મોટો ખર્ચો વેડીને પણ જાય. આ રીપેરીંગ કરવા બસમાં જ્યારે જાય ત્યારે સંતાનની જેમ રેડિયોને ખોડામાં જ રાખે અને કારીગર જ્યારે ના પાડે ત્યારે તેઓ નિરાશામાં આવી જાય છે. માલદે ભાઈના ઘર ઉપર જુદી જુદી દિશાઓમાં ત્રણ અલગ અલગ એન્ટેનાઓ છે જે વિવિધ રેડિયો સ્ટેશન સાંભળવા મદદરૂપ બને છે. લોકો થી મુજબ દૂરદર્શન કેન્દ્ર થોડા વર્ષ પહેલાં જ 542 જેટલા ટીવી રીલે કેન્દ્રો બંધ કર્યા જેમાં પ્રથમ દેશભરમાં સર્વે થયો હતો કે કેટલા ઘરો ઉપર એન્ટેના છે, તે સર્વેમાં વેરાવળ ના ત્રણ ઘર માલૂમ પડેલ જેમાંનું એક માલ દે ભાઈનું હતું. વેરાવળમાં દીનું વૈદ્ય, શિરીષ વસાવડા, રાજકોટના મધુસદન ભટ્ટ અને દેવાંશુ ઝિંકાર પણ આજે પણ રેડિયોના ચાહક છે.