દરેક દેશમાં World No Tobacco Day ઉજવવામાં આવે છે. જેથી લોકોને તમાકૂના નુકસાન વિશે જાગૃત કરવામાં આવે. સ્મોકિંગ અને તમાકૂથી શરીરમાં પોષણની કમી થઈ શકે છે અને કમજોરી આવી શકે છે.
31 મેના રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે
દુનિયાભરમાં દર વર્ષે 31 મેના રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. રિપોર્ટ અનુસાર દર વર્ષે લગભગ 1.35 મિલિયન લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત, આ ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ વધારે છે.
- Advertisement -
દરરોજ 20 સિગારેટ પીવે એમનું આયુષ્ય 13 વર્ષ ઘટે
સરેરાશ, જે લોકો દરરોજ 20 સિગારેટ પીવે છે તેઓનું આયુષ્ય 13 વર્ષ ઘટે છે અને તેમાંથી 23% 65 વર્ષની ઉંમરે પહોંચતા નથી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે 10 માંથી 9 ધૂમ્રપાન કરનારાઓએ 18 વર્ષની ઉંમર પહેલા તેમની પ્રથમ સિગારેટ પીધી છે. તેની આડઅસર સમજાય ત્યાં સુધીમાં તેઓ વ્યસની બની ગયા હોય છે.
તમાકુ કેન્સરનું કારણ બની શકે છે
તમાકુ કોઈપણ સ્વરૂપમાં કેન્સરનું કારણ બની શકે છે, જેમાં મોં, ગળા અને ફેફસાં તેમજ પેટ, સ્વાદુપિંડ, કિડની અને મૂત્રાશય જેવા અવયવોનો સમાવેશ થાય છે. તમાકુ ચાવવાથી માથા અને ગરદનનું કેન્સર થઈ શકે છે, ખાસ કરીને મોઢાનું કેન્સર, જ્યારે ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થઈ શકે છે.
- Advertisement -
ઈલેક્ટ્રોનિક સિગારેટનું વ્યસન વધ્યું
યુવાનોમાં ઈલેક્ટ્રોનિક સિગારેટ (વેપિંગ)નું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ જેને સિગારેટ ધૂમ્રપાન છોડવામાં મદદ તરીકે પ્રચાર કરવામાં આવે છે, તે ખરેખર વ્યસનમાં વધારો કરે છે. યુરોપિયન દેશોમાં, 12.5% કિશોરો ઇલેક્ટ્રોનિક સિગારેટનો ઉપયોગ કરે છે.
શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે
તમાકૂની અંદર નિકોટીન અને ઘણા ખતરનાક કેમિકલ હોય છે. જે ઝેરી પદાર્થ પોષણનો ઉપયોગ કરવાની ક્ષમતાને ઓછી કરી દે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની કમી થઈ શકે છે.