શરીરની માફક દિમાગની કાળજી પણ જરૂરી
માનસિક બીમારી આ શબ્દ આપણાં સમાજમાં સુગાળવો છે. છેલ્લા થોડા સમયથી આ પરત્વે જાગૃતિ આવી છે છતાં આ બાબતની સમજ શહેરોને અને એ પણ અમુક વર્ગને બાદ કરતાં હજુપણ ઘણી અલ્પ હોવાથી લોકો મોટાભાગે માનસિક બીમારીને ગાંડપણ સાથે જોડી દે છે. અથવા સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેઠેલા લોકોને જ માનસિક બીમાર ગણે છે. પરંતુ વાસ્તવમાં શરીરના હોવાથી શારીરિક બીમારીઓ થાય એ જેટલું સહજ છે કે માણસ પાસે વિચારવાની શક્તિ છે એ વિચારતંત્રના હોવાના કારણે, વ્યક્તિ તેની સાથે બનતી ઘટનાઓ અને તેને મળેલા સંજોગોને મુલવવાનું દરેકનું આગવું અર્થઘટન પર્સપ્શન હોય છે. અને એમાં અવરોધ ઉભા થઈને માનસિક બીમારીઓ જન્મે છે. હર્ષ-શોક જેવી મૂળભૂત સેન્સ સાથે સાથે કયા સંજોગો કંઈ વ્યક્તિને કેટલું આહત કરશે કે તેના પર તેની શું અસર થશે એની કોઈ માપપટ્ટી નથી હોતી. માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. તે આપણી વિચારવાની, અનુભવવાની અને કાર્ય કરવાની રીતને અસર કરે છે. તે એ નક્કી કરવામાં પણ મદદ કરે છે કે આપણે કેવી રીતે તણાવને નિરાકરણ કરીએ છીએ, અન્ય લોકો સાથે જોડાઈએ છીએ અને સ્વસ્થ પસંદગીઓ કરીએ છીએ. બાળપણ અને કિશોરાવસ્થાથી લઈને પુખ્તાવસ્થા સુધી, જીવનના દરેક તબક્કે માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. વ્યક્તિની એ મનોદશા જે સકારાત્મક, સ્થિર અને સંતુલિત હોય. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની વિભાવના સારી જીવનશૈલી તરફ દોરી જાય છે, જેમાં સ્વસ્થ સંબંધો, સ્વસ્થ સામાજિક આંતરક્રિયાઓ, યોગ્ય આહાર, ઊંઘ અને કસરતનો સમાવેશ થાય છે. સ્થિરતા, સકારાત્મકતા અને ઘનિષ્ઠ સુખ જેવા માઈન્ડસેટમાં આ પ્રાપ્ત થાય છે. કોઈપણ દેશના વિકાસ માટે તેના નાગરિકોનું માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) માનસિક સ્વાસ્થ્યને “શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે માત્ર રોગ અથવા નબળાઈની ગેરહાજરી” નથી. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્યને માનસિક સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં વ્યક્તિ તેની ક્ષમતાઓને સમજે છે, જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે, યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તેના સમુદાયમાં યોગદાન આપી શકે છે. આ સકારાત્મક અર્થમાં, માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિગત સુખાકારી અને સમુદાયની અસરકારક કામગીરીનો પાયો છે તેમ કહી શકાય. માનસિક સ્વાસ્થ્યની અસર આપણી દિનચર્યા પર સ્પષ્ટપણે જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યની અસરને આપણે વિવિધ પરિમાણોમાં જોઈ શકીએ છીએ જેમ કે – શૈક્ષણિક કામગીરી, કાર્ય ઉત્પાદકતા, સકારાત્મક વ્યક્તિગત સંબંધોનો વિકાસ, અપરાધ દર, દારૂ અને ડ્રગનો દુરુપયોગ આત્મહત્યા દર વગેરે. વળી,માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એકંદર આરોગ્યના સમાન મહત્વપૂર્ણ ઘટકો છે. ઉદાહરણ તરીકે, ડિપ્રેશન વિવિધ પ્રકારની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે, ખાસ કરીને લાંબા ગાળાની પરિસ્થિતિઓમાં, જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્ટ્રોક. તેવી જ રીતે, દીર્ઘકાલીન પરિસ્થિતિઓની હાજરી
તીવ્ર માનસિક બીમારીનું જોખમ વધારી શકે છે. જો માનસિક વિકારના લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય બનવામાં અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવામાં મદદ કરે છે અને તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. આવા કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
વિના કારણ હંમેશા દુ:ખી થવું અને કોઈ પણ વસ્તુથી આનંદ મળવો, કોઈપણ બાબત પર ધ્યાન કેન્દ્રિત ન થવું, અકારણ ડર, ગુસ્સો, ચિંતા, નકારાત્મકતા, મૂડ સ્વિંગ, દોસ્તો અને સંબંધોથી દૂર ભાગવું, અનિંદ્રા, વિના કારણ અનિંદ્રા બેચેની ગભરામણ, રોજિંદા કાર્યો જે પહેલા આસાનીથી થઈ શકતા એમા હવે થાક લાગવો, કામની સળ ન પડવી, નિર્ણયશક્તિનો અભાવ વર્તાય, અતાર્કિક વિચારોની શૃંખલામાંથી બહાર ન નિકળી શકવું, મરી જવાના વિચારો આવ્યા કરવા આખી દુનિયા દુશ્ર્મન લાગવી વગેરે… માનસિક અસ્વસ્થ વ્યક્તિ પોતાની સાથે તેના પરિવારનું અને આખરે સમાજની સુખકારીમાં આડખીલી રૂપ બને છે. પરિવાર સમજી નથી શકતો અને વ્યક્તિ કહી નથી શકતી કે તેને શું થાય છે. આવા સંજોગોમાં ઘરની વ્યક્તિએ આ લક્ષણોથી પીડાતી પરિવારરની વ્યક્તિને સમજવા કોશિશ કરી મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. નહિતર અંગત નુકશાન સહિત ગુનાખોરી સુધી વ્યક્તિ પહોંચી જાય છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાની બીજી રીત સામાજિક સંવાદિતા વિકસાવવી છે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો આપણને સ્વસ્થ અને સકારાત્મક રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો આપણે બીજાને ખુશ રાખીએ તો તેઓ પણ આપણને ખુશ રાખશે. સ્વસ્થ અને સુખી લોકો હંમેશા બીજાને પ્રભાવિત કરે છે અને સમાજમાં હકારાત્મકતા ફેલાવે છે.
- Advertisement -
WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે, જેમાંથી 85 ટકા લોકો સારવાર લેતા નથી!
માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે રોગમાં પરિણમે છે જેવા કે બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે.
WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે. જેમાંથી પંચયાશી ટકા લોકો સારવાર લેતા નથી! એક લાખ વ્યક્તિએ છથી સાત મનોચિકિત્સક હોવા એ જરૂરી પરિસ્થિતિ છે જ્યારે આપણે ત્યાં ટકાવારી પ્રમાણે માત્ર 0.75 છે! જો સમયસર માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે મોટા મોટા માનસિક રોગમાં પરિણમે છે જેવા કે
બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે. એટલે જ, જો તમને તમારામાં આવા કોઈ લક્ષણો દેખાય તો એકલા ન સહન કરો. તમારા નજીકના મિત્ર સાથે આ વિષય વિશે વાત કરો કારણ કે તે મન અને હૃદય પરનો બોજ હળવો કરશે અને તમને મદદ કરશે. તે પછી ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો. જો યોગ્ય સમયે સમસ્યા શોધી કાઢવામાં આવે તો સારવાર કરી શકાય છે. સ્ત્રી અને પુરુષ ફક્ત તેમના સ્પષ્ટ શારીરિક લક્ષણોમાં જ નહીં, પણ મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ પણ અલગ છે. સ્ત્રી અને પુરુષ, મગજ જે રીતે સંરચિત કે પ્રતિબદ્ધ છે અને જે રીતે માહિતીની પ્રક્રિયા કરે છે, ઘટનાઓ અને ઉત્તેજનાઓ પર પ્રતિક્રિયા આપે છે, અર્થઘટન કરે છે તેમાં વાસ્તવિક તફાવત છે. સ્ત્રી અને પુરુષ, તેઓ જે રીતે વાતચીત કરે છે, સંબંધોમાં વ્યવહાર, તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયા આપવામાં અલગ પડે છે. આમ, લિંગ તફાવતો શારીરિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો પર આધારિત છે. કોને કઈ પ્રકારની અને કેવી બીમારી થાય છે એ બાબતમાં લિંગનું પરિમાણ નિર્ણાયક પરિબળ છે કે સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક તકલીફ અને માનસિક વિકારની પેટર્ન પુરુષોમાં જોવા મળતી વિકૃતિઓ કરતા અલગ છે. સ્ત્રીઓમાં આંતરિક વિકૃતિઓનું સરેરાશ સ્તર ઊંચું હોય છે. અસ્વસ્થતા, ડિપ્રેસિવ મૂડ, અજ્ઞાત દુખાવા, નબળાઇ અથવા શ્ર્વાસની ઉતરચડ વગેરે લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે .જ્યારે પુરુષો બાહ્ય વિકૃતિઓ જેવી કે નિયમ ભંગ, આક્રમકતા, મારામારી, બેદરકારી વાળા નબળા આવેગ-નિયંત્રણ સંબંધિત સમસ્યારૂપ વર્તન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.
- Advertisement -