જીવનસફરના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને કોર્પોરેટર ડૉ. પ્રદિપ ડવનો જન્મ તા.૦૩/૧૧/૧૯૮૩ના રોજ જેતપુરમાં થયો હતો. તેઓએ આજે યશસ્વી જીવનના ૩૮ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ડૉ. પ્રદિપ ડવ બી.કોમ.,એલએલ.બી., બી.જે.એમ.સી., એમ.એ., એમ.એસ.ડબલ્યુ. અને પીએચ.ડી. ની શૈક્ષણિક ડીગ્રી ધરાવે છે.
“સૌનો સાથ, સૌનો વિકાસ”ની સાથોસાથ સૌનું કલ્યાણ”માં દ્રઢપણે માનતા અને વ્યવસાયે વકીલ એવા રાજકોટના યુવા મેયર ડૉ.પ્રદિપ ડવએ પોતાની રાજકીય સફર વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરેલ. ત્યારબાદ તેઓ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય તરીકે રહ્યા. બાદમાં, રાજકોટ શહેર યુવા ભાજપમાં ૨ ટર્મ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી. બાદમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે કાર્યરત રહી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ત્યારબાદ રાજકોટ મહાનગરના વોર્ડ નં.૧૨ના પ્રભારી(ભાજપ) તરીકે જવાબદારી સંભાળેલ. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે રાજકોટ શહેર ભાજપમાં કાર્યભાર સંભાળ્યો. હાલમાં, વર્ષ ૨૦૨૧ થી ૨૬ની ટર્મમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં ચૂંટણી લડી, અત્યાર સુધીની જંગી લીડથી વિજય મેળવી, કોર્પોરેટર તરીકે ચુંટાઈને, ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ થકી, તા.૧૨-૦૩-૨૦૨૧થી રાજકોટ મહાનગરપાલિકાના ૨૧માં મેયર તરીકે સફળતાપૂર્વક જવાબદારી વહન કરી રહ્યા છે.
- Advertisement -
ડૉ. પ્રદિપ ડવએ સામાજીક, સાંસ્કૃતિક અને રાજકીય એમ જુદા જુદા ક્ષેત્રોમાં તબક્કાવાર જુદી જુદી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવેલ છે.
ડૉ. પ્રદિપ ડવ નિષ્ઠાવાન, કર્મઠ, સરળ અને શાંત અને મળતાવડા સ્વભાવ ધરાવતા હોઈ, શહેરીજનોમાં તેમજ સંગઠનમાં ખૂબ જ ચાહના ધરાવે છે.
શહેરમાં કોવિડ-૧૯ની વિષમ પરિસ્થિતિમાં પણ ડૉ. પ્રદિપ ડવની કામગીરી કાબિલેદાદ રહી છે. આ ઉપરાંત તાઉતે વાવઝોડુ તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આફતો દરમ્યાન ડૉ.પ્રદિપ ડવ શહેરભરનો ખૂણે ખૂણો ખુંદી વળ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા તંત્રને દોડતું રાખી, અસરગ્રસ્ત લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કર્યો છે.
- Advertisement -
શહેરમાં વાસ્તવમાં સઘન વૃક્ષારોપણ થાય તે હેતુથી સૌપ્રથમ વખત શહેરમાં ગો-ગ્રીન યોજના હેઠળ વધુને વધુ વૃક્ષારોપણ કરી, શહેરીજનોને વૃક્ષારોપણ માટે પ્રેરી, શહેરમાં પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે તેમજ શહેરની સ્વચ્છતાલક્ષી કામગીરીમાં સુધારો થાય શહેરીજનો સ્વચ્છતા પ્રયત્નો તેમણે આદર્યા છે સાથોસાથ રાજકોટ શહેરના સર્વાંગી વિકાસમાં સતત ખડે પગે રહ્યા છે.
ડૉ.પ્રદિપ ડવ રામનાથ મહાદેવ, આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, અટલ સરોવર, રામવન સહિતના શહેરભરમાં કાર્યરત પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે મેયર તરીકેની જવાબદારી સંભાળ્યાથી શરૂ કરીને સતત કાર્યરત રહ્યા છે.
આજરોજ તેમના જન્મદિવસ નિમિતે વોર્ડ નં.૧૨માં આવેલ રૂપ સોસાયટીના કોમન પ્લોટમાં ૩૮ ઔષધીય વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને તેમજ સદભાવના વૃધ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવી, વૃદ્ધોના આશીર્વાદ મેળવી, જન્મદિવસની ઉજવણી કરેલ છે.
ડૉ. પ્રદિપ ડવ શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મિત્રો, શુભેચ્છકો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા તેમના (મો.૯૯૨૪૮ ૦૦૦૦૧) પર ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.