સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ભારત સાહિત્યિક સમૃદ્ધિમાં વિશ્ર્વના અન્ય તમામ દેશો કરતા આગળ છે. ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથોનો ઉદ્ભવ થયો છે કે જેણે યુગો-યુગો સુધી વિશ્ર્વને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. તેમાંનો એક વિશેષ ગ્રંથ છે મહાભારત. મહાભારતના ઇતિહાસ વિશે સૌ કોઈ જાણે છે. મહાભારતમાં 18 પર્વ છે અને તેમાંનો એક પર્વ છે ‘ભીષ્મપર્વ’ જેમાંથી વિશ્ર્વગ્રંથ શ્રીમદ્દ ભગવદ ગીતાની ઉત્પત્તિ થઈ છે. આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તે પવિત્ર દિવસ હતો માગશીર્ષ સુદ અગિયારસ. ત્યારથી લઈને આજ સુધી વિશ્ર્વમાં તે દિવસ ગીતા જયંતિ તરીકે ઓળખાય છે. આ વર્ષે 22 ડિસેમ્બરે ગીતા જયંતિની ઉજવણી થશે. ત્યારે આ શુભ અવસર પર આપણે હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ્દ ભગવદ ગીતા વિશેના મહત્વને સમજવા પ્રયાસ કરીશું. કુરુક્ષેત્રના સમરાંગણમાં પાંડવપુત્ર અર્જુન હતાશ થઈને ઉભો છે. ભગવાન કૃષ્ણ સાથે દલીલો કરી રહ્યો છે કે, હું જેની સાથે લડવા જઈ રહ્યો છું, તે મારા જ ભાઈઓ છે. પિતાતુલ્ય દાદા ભીષ્મ પર હું કઈ રીતે બાણ ચલાવી શકું? આટલું કહીને અર્જુનના હાથમાંથી ગાંડીવ નીચે પડે છે અને અસમંજસમાં મુકાયેલો અર્જુન હિંમત હારીને બેસી જાય છે. કુંતીપુત્ર પાર્થની આવી હાલત જોઈને ભગાવન કૃષ્ણ તેને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે. જગતગુરુના મુખારવિંદમાંથી નીકળેલું આ પવિત્ર અમૃત એટલે શ્રીમદ્દ ભગવદ ગીતા. સમગ્ર ગીતા જ્ઞાન સાંભળીને અર્જુનમાં શક્તિનો નવસંચાર થાય છે. ભગવાન કૃષ્ણ હાંકલ કરે છે કે, ટશ્ર્નપળટ્ર ઈરુણ્ળશ્ર્વ ઇંળેધ્ટજ્ઞ્રૂ ્રૂૂથ્ળ્રૂ ઇૈંટરુણહ્યર્રૂીં હે કુંતીપુત્ર અર્જુન ઉઠ અને યુદ્ધ કરવાનો દ્રઢ નિશ્ર્ચય કર. આટલું સાંભળીને અર્જુન હાથમાં ગાંડીવ ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થાય છે અને ઘમાસાણ ધર્મયુદ્ધ બાદ સત્યનો વિજય થાય છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે એટલે શ્રીમદ્દ ભગવદ ગીતા. ગીતા માત્ર હિંદુઓનો જ ધર્મગ્રંથ જ નથી, પરંતુ સમગ્ર માનવસમાજનો ગ્રંથ છે. ત્યારે આપણે પવિત્ર ગીતા જયંતિ પર સમજીએ કે કઈ રીતે શ્રીમદ્દ ભગવદ ગીતા આપણને જીવન જીવવાનો રાહ ચીંધે છે.
Way of Life… શ્રીમદ્દ ભગવદ ગીતા
- Advertisement -
ભગવદ ગીતા એ માત્ર એક ધર્મગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. ગીતાના સિદ્ધાંતો ‘સનાતન સત્ય’ છે. એટલે કે ભૂત,ભવિષ્ય અને વર્તમાનથી પરે છે. ગમે તે યુગમાં તેના વિચારો યોગ્ય અને બંધ બેસતા જ હોય છે. ગીતાના વિચારોને ટાંકીને સ્વાધ્યાય પરિવારના સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કહેતા કે, મનુષ્ય ગરીબ હોય શકે, મનુષ્ય અસ્વસ્થ હોય શકે, મનુષ્ય રોગી હોય શકે, મનુષ્ય અસ્વચ્છ હોય શકે, પરંતુ મનુષ્ય ક્યારેય અસ્પૃશ્ર્ય ના હોય શકે. માણસને માણસની દ્રષ્ટિથી જોવાની શક્તિ આપણને શ્રીમદ્દ ભગવદ ગીતા આપે છે. હિંદુ વૈદિક સનાતન ધર્મમાં અનેક પુસ્તકો છે, પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. તેને વેદો અને ઉપનિષદોનો નિચોડ માનવામાં આવે છે. મનુષ્યના જીવનના તમામ ક્ષેત્રોને આવરીને એક માણસ તરીકે જીવન જીવવાનો સંદેશ આપણને ગીતા આપે છે. ગીતામાં અર્જુન માનવસમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્ર્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે, જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે. પવિત્ર ગીતાગ્રંથ કોઈ અન્ય મઝહબી પુસ્તકોની જેમ આ કરવું અને આ ના કરવુંનો આગ્રહ નથી કરતો. પરંતુ યોગ્ય અને સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે. શ્રીમદ્દ ભગવદ ગીતામાં 700 શ્ર્લોક અને 18 અધ્યાયોનો સમાવેશ થાય છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ.