-પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનમાં જઈને વિદ્યાર્થીનીઓ સાથે કરી વાતચીત
દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, આ વખતે મધ્યપ્રદેશમાં એકીસાથે 5 વંદે ભારત લોન્ચ થઈ છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષોએ આ સંઘર્ષ માટે કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
- Advertisement -
ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી ઉપડી વંદે ભારત
અહીં તેમણે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર એક સાથે 5 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ પહેલીવાર હતું જ્યારે એક સાથે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.
Madhya Pradesh: PM Modi flags off 5 Vande Bharat Express trains
Read @ANI Story | https://t.co/9MpOKds51I#PMModi #VandeBharatExpress #MadhyaPradesh #RaniKamalapatiJabalpur #AshwiniVaishnaw pic.twitter.com/RBl4c7tSe4
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 27, 2023
ખજુરાહો-ભોપાલ-ઇન્દોર વંદે ભારત એક્સપ્રેસ:
– ખજુરાહો-ભોપાલ-ઇન્દોર વંદે ભારત ટ્રેન રાજ્યના માલવા અને બુંદેલખંડના વિસ્તારોને ભોપાલ સાથે જોડશે. આ દરમિયાન આ ટ્રેન મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો જેવા પ્રવાસનના મહત્વના સ્થળો પરથી પસાર થશે.
-મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ
ગોવાને પહેલી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. ગોવાના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મડગાંવ સ્ટેશન વચ્ચે મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે. હવે મુંબઈથી ગોવાનું અંતર 7 કલાકમાં કાપી શકાશે. આ ટ્રેનમાં 16ને બદલે 8 કોચ હશે.
– ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ
ભારતીય રેલવે કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેન આપવા જઈ રહી છે. અહીં ચેન્નઈ-મૈસૂર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલાથી જ ચલાવવામાં આવી રહી છે. હવે રેલવે ધારવાડ-બેંગલુરુ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કરશે. આ ટ્રેન ધારવાડ, હુબલી અને દાવણગેરેને રાજધાની બેંગલુરુ સાથે જોડશે.
Visuals from Bhopal Railway Station ahead of the launch of five Vande Bharat Express trains by PM Modi. pic.twitter.com/xncVVeaQ1g
— Press Trust of India (@PTI_News) June 27, 2023
-રંચી-પટના વંદે ભારત એક્સપ્રેસઃ
બિહાર અને ઝારખંડના યાત્રીઓની રાહ પણ ખતમ થઈ રહી છે. આ બંને રાજ્યોને સંયુક્ત રીતે પ્રથમ ટ્રેન મળવા જઈ રહી છે. અપ અને ડાઉન દિશામાં આ ટ્રેન જહાનાબાદ, ગયા, બરકકાના, કોડરમા, હજારીબાગ ટાઉન અને મેસરા થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન પટના અને રાંચી વચ્ચેનું અંતર માત્ર 6 કલાકમાં પૂર્ણ કરશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ પટના અને રાંચીથી દોડશે.
#WATCH | PM Narendra Modi interacts with school students onboard the Vande Bharat train at Rani Kamlapati railway station in Bhopal, Madhya Pradesh pic.twitter.com/YkEtTdm8R3
— ANI (@ANI) June 27, 2023
પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનમાં જઈને વિદ્યાર્થીનીઓ સાથે કરી વાતચીત
લીલીઝંડી દેખાડતાં પહેલા પીએમ મોદીએ ભોપાલના કમલાપતિ રેલવે સ્ટેશન પર ઊભેલી વંદે ભારત ટ્રેનમાં ચઢ્યાં હતા અને ત્યાં વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી હતી જે પછી તેમણે લીલીઝંડી દેખાડીને ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું.