ગણપતિ બાપ્પા આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2022નાં રોજ પોતાના લોક પાછા ફરી જશે. ભાદ્રપદ્ર શુક્લ પક્ષની ચતુર્થી તિથી એટલે કે અનંત ચતુર્દશીનાં રોજ ગણેશ વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ વિસર્જન માટે 9 સપ્ટેમ્બર 2022નાં રોજ સવારે 6 વાગ્યે 3 મિનિટથી 10 : 44 સુધી તથા બપોરે 12:18 થી 1:52 સુધી તેમજ સાંજે 5 વાગ્યાથી 6:31 સુધી શુભ મુહૂર્ત છે.
- Advertisement -
ગણેશ વિસર્જન વિધિ
ગણેશજીનું વિસર્જન કરતાં પહેલા તેમને દૂર્વા, સોપારી, પાન, ઈલાયચી, ફૂલ, નારિયળ ચઢાવવા જોઈએ. આરતી કરવી જોઈએ. લાકડીની પાટ પર સ્વસ્તિક બનાવીને મૂર્તિને ધીરેથી રાખો. પછી નદી, તળાવ કે ઘરમાં ધીરેથી મૂર્તિ જળમા વિસર્જિત કરો.
- Advertisement -
ગણપતિ પૂજાનાં નિયમો
ગણેશજીને પૂજામા ક્યારેય તુલસી અર્પિત ન કરવા જોઈએ. ઘરમાં ગણેશજીની એવી મૂર્તિ રાખો જેમાં સૂંઢ ડાબી તરફ વળેલી હોય.
ગણપતિ વિસર્જનનાં નિયમો
ગણેશજીનું વિસર્જન શુભ મુહૂર્તમા જ કરો. ગણેશજીની મૂર્તિને એક ઝાટકે જળમાં ન પધરાવો. ઘરમાં કોઈ વાસણમા વિસર્જન કરી રહ્યા છો, તો મૂર્તિનાં પિગળ્યા બાદ પાણીને કુંડામા નાંખીને છોડ વાવવો જોઈએ. પાણી ફેંકવું નહીં.
ગૌરી પુત્રનાં વિસર્જન સાથે તેમને પૂજામાં જે વસ્તુઓ ચઢાવવામાં આવેએ છે, તેને પણ જળમા પ્રવાહિત કરી દો. માન્યતા છે કે ઘરમાં જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાં તેમના વિસર્જન પહેલા હળદર, કંકુથી દીવાલ પર બિંદી લગાવવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ રહે છે.