રાજકોટ શહેર/જીલ્લા ભાજપાના પાયાના કસાયેલા, તરવરીયા ભાજપના અગ્રણી અરવિંદભાઈ મારડિયાનો આજે ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
મારડિયાએ રાજકોટ ભાજપાના કાર્યકરોના સંગઠનને ખુબ જ સક્ષમ બનાવેલ હતું. તેઓ રાજકોટ વોર્ડ નં.-૧૦ વિસ્તારના અદના કાર્યકર્તા છે.તેમના કાર્યકાળમાં ધારાસભા-લોકસભા-તાલુકા પંચાયત-જીલ્લા પંચાયત વગેરે મુખ્ય ચુંટણીઓ તેમજ પેટાચૂંટણીઓમાં ઉમદા કામગીરી કરીને મતદારોમાં મતદાન માટેની ખુબ જ જાગૃતિ લાવ્યા હતા.
મારડીયાએ નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત રાજકોટની ચૂંટણીમાં ચૂંટાયેલ તે વખતમાં તેઓની ઓફીસમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું કાર્યાલય ખોલવામાં આવેલ. આ સમયમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસો કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસકાર્યોની અને યુવાનોને મળતી સહાયો અંગે યુવાનોને જાગૃતિ કરી તેઓને સ્વનિર્ભર બનાવવાના સફળ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ અનેક સામાજીક સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે.
- Advertisement -
તેમના જન્મદિવસ નિમિતે ભાજપાના હોદેદારો, ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ રાજકીય-સામાજિક-ધાર્મિક સંસ્થાના આગેવાનો તેમના મો.૯૮૨૫૦૭૨૭૭૩ ઉપર શુભેચ્છાવર્ષા આપી રહ્યા છે.