ખાસ-ખબર સંવાદદાતા
બાંગ્લાદેશે ટી20 વર્લ્ડ કપની સુપર-12માં સ્થાન બનાવવા આશાઓ જીવંત રાખી છે. તેણે છેલ્લી મેચમાં ઓમાનને હરાવ્યું હતું. હવે બાંગ્લાદેશની ટક્કર અપેક્ષાકૃત નબળી પાપુઆ ન્યૂ ગિની (પીએનજી)ની ટીમ સાથે થશે. આ મેચ બાંગ્લાદેશે મોટા અંતરથી જીતવાની રહેશે. બાંગ્લાદેશના સીનિયર ખેલાડી શાકિબ, કેપ્ટન મોહમ્મદુલ્લા અને મુશફિકુર રહીમ પાસે સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
શ્રીલંકાનો આયર્લેન્ડને 70 રને હરાવીને સુપર-12માં પ્રવેશ
ટી20 વર્લ્ડ કપની 8મી મેચમાં ગ્રુપ-એમાં આયર્લેન્ડને 70 રને હરાવીને શ્રીલંકા પોતાની બેને મેચ જીતવા સાથે ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેણે સુપર-12માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. શ્રીલંકાએ આપેલા 171ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
- Advertisement -
શ્રીલંકાએ પ્રથમ બે ઓવરમાં આયર્લેન્ડના બંને ઓપનરને આઉટ કરીને ટીમને દબાણમાં લાવી દીધી હતી. જોકે, ત્યાર પછી ત્રીજા ક્રમે રમવા આવેલા એન્ડ્ર્યુએ પાંચમા ક્રમના કર્ટીસ કેમ્ફર સાથે બાજી સંભાળી હતી. કેમ્ફર 28 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો ત્યાર પછી આયર્લેન્ડની ટીમે જાણે કે શ્રીલંકાના બોલરો સામે ઘુંટણિયા ટેકવી દીધા હતા અને એક પછી એક બેટ્સમેન આઉટ થતા રહ્યા હતા. એન્ડ્ર્યુ 41ના સ્કોરે આઉટ થયો હતો.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ ઇંસ્ટાગ્રામ પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
- Advertisement -
શ્રીલંકા તરફથી થકીશાનાએ 4 ઓવરમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. જોકે શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે પ્રથમ બે ઓવરમાં જ માત્ર 8 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર પરેરા અને ચોથા ક્રમે રમવા આવેલો ફર્નાન્ડો શૂન્ય રને આઉટ થયા હતા. જ્યારે ત્રીજા ક્રમે આવેલો ચાંડીમલ માત્ર 6 રન જ બનાવી શક્યો હતો. જોકે, ત્યાર પછી ઓપનર નિસાનકા અને ઓલરાઉન્ડર હસરંગાએ બાજી સંભાળી લીધી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર ફેસબુક પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/KHAASKHABARRAJKOT/
બંનેએ અડધી સદી ફટકારવાની સાથે ટીમ માટે અત્યંત મહત્ત્વની 123 રનની ભાગીદારી કરી હતી. નિસાનકાએ 47 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 61 રન બનાવ્યા હતા. જ્યારે હસરંગાએ 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 47 બોલમાં 71 રન બનાવ્યા હતા. સાતમી વિકેટે રમવા આવેલા શનાકાએ 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 11 બોલમાં 21 રન ફટકારીને ટીમના સ્કોરને 171 સુધી પહોંચાડ્યો હતો.