PMએ કહ્યું- કાશી જવાનું મન થયું છે પણ જઈ નહીં શકું
ખાસ-ખબર સંવાદદાતા
આજે વારાણસી એટલે કે કાશીમાં 21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. તેને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી રહ્યા છે. સીએમ યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. તેઓ ગંગાનો ભવ્ય શણગાર પણ જોશે. ટટઈંઙ માટે નમો ઘાટ ખુલ્લો રહેશે. અહીં આવતા સામાન્ય પ્રવાસીઓ પર પ્રતિબંધ રહેશે. તે જ સમયે, પીએમ મોદીએ રવિવારે મન કી બાતમાં કાશીની દેવ દિવાળીનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું, “મને કાશીની ’દેવ દિવાળી’ જોવાનું મન થાય છે. પણ આ વખતે હું કાશી જઈ શકતો નથી. આજે દેવ દિવાળી નિમિતે કાશીમાં ભવ્ય આરતી અને લેસર શો થશે. લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવવાની ધારણા છે. લગભગ 31,500 લિટર સરસિયાના તેલની વ્યવસ્થા 100 ઘાટ અને તળાવ પર દીવા પ્રગટાવવા માટે કરવામાં આવી છે. આ પહેલાં યુપીની રામનગરી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 22.23 લાખ દીવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.
આજે 70 દેશના 150 ડેલિગેટ્સ કાશીની દેવ દિવાળી જોશે: ઘાટ પર 21 લાખ દીવા પ્રગટાવાશે
