33 વખત ટાઈટેનિકના ભંગાર સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે
ચાર દિવસ સુધી પરિવારને ખોટી તસલ્લી આપી: કેમરૂન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રવિવારે ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી સબમરીન ટાઇટન નાશ પામી છે. આ સબમરીનમાં 5 અમેરિકન અબજોપતિ હતા, તમામના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે ફિલ્મ ’ટાઈટેનિક’ના ડાયરેક્ટર જેમ્સ કેમેરોને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યુમાં કેમરૂૂને કહ્યું કે, આ સમાચાર જાણ્યા બાદ તેમને જરાય આશ્ર્ચર્ય થયું નથી. તેઓ જાણતા હતા કે, છેલ્લા 4 દિવસથી પરિવારોને ખોટા આશ્ર્વાસન આપવામાં આવી રહ્યા છે. દિુર્ઘટના વિશે વાત કરતા કહ્યું કે, તેઓ 33 વખત ટાઈટેનિકના ભંગાર સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. આ ઘટના સંપૂર્ણપણે કંપનીની બેદરકારી છે. જેમ્સ કેમેરોને કહ્યું કે ’હું કલ્પના કરી શકતો નથી કે પીડિતોના પરિવારો શું પસાર થઈ રહ્યા હશે. તે લોકોને છેલ્લા 4 દિવસથી ખોટી આશાઓ આપવામાં આવી રહી હતી. તે પીડિત પરિવારો માટે આ બધુ ભયાનક હશે. આ અકસ્માતમાં કોઇ એક્સક્યૂઝ ન આપી શકાય.
કેમરોને જણાવ્યું હતું કે, દરિયાઈ મુસાફરી કરતા ઘણા સમુદાયોએ ઓશનગેટ અભિયાનને પત્રો લખ્યા હતા અને ચેતવણી આપી હતી કે તેમની સબમરીન ખૂબ પ્રાયોગિક છે. તે જ સમયે, ડીપ સીમાં શોધ કરનારા એન્જિનિયરિંગ સમુદાયના ટોચના લોકોએ પણ કંપનીને પત્ર લખીને ચેતવણી આપી હતી કે, આ સબમરીન મુસાફરોને લઈ જવા માટે યોગ્ય નથી. તેને પ્રમાણિત કરવાની જરૂર હતી. જેમ્સ કેમેરોન માટે આ ઘટના વધુ પીડાદાયક છે કારણ કે ટાઇટન સબમરીનમાં સવાર 5 લોકોમાંથી એક પોલ હેનરી નરગીયોલેટ તેનો સારો મિત્ર હતો. બંને વચ્ચે 25 વર્ષની મિત્રતા હતી. આ દુર્ઘટનાથી ઘાયલ કેમરૂન કહે છે કે, આ દુર્ઘટનાનો સામનો કરવો લગભગ અશક્ય છે. કેમરૂને કહ્યું કે, આવી ડાઇવ લેતા પહેલા સલામતીનું સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂૂર છે. વર્ષો પહેલા બનેલી ટાઈટેનિક દુર્ઘટનાને યાદ કરતા જેમ્સ કેમરોને કહ્યું કે, આ ઘટના જોઈને ફરી એકવાર ટાઈટેનિક દુર્ઘટનાની યાદ આવી ગઈ.