તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના ભક્તોને આપવામાં આવતા લાડુમાં બીફ અને ડુક્કરની ચરબીનો વિવાદ શુક્રવારથી વકર્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી પોસ્ટમાં લાડુ બનાવવા માટે અમૂલ ડેરીના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થઇ હતી. જેને લઇને અમૂલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે અમે (અમૂલે) ક્યારેય તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી આપ્યું નથી. ત્યારબાદ હવે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વિવિધ ટ્વિટર (એક્સ આઇડી) પરથી તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશમાં લાડુ બનાવવા માટે વપરાયેલા એનિમલ ફેટવાળુ ઘી અમૂલનું હોય તે પ્રકાર ટ્વિટ કરવામાં આવતાં અમૂલ દ્વારા આઇટી એક્ટ અંતગર્ત અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
અમૂલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ
અમૂલે કર્યો ખુલાસો
અમૂલ દ્વારા ખુલાસો કરીને જણાવવામાં આવ્યું હતું કે તેમનું ઘી આઇએસઓ પ્રમાણિત ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે. અમે ક્યારેય તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી આપ્યું નથી. અમૂલને બદનામ કરવા અને નુકસાના પહોંચાડવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. અમૂલે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે આ ઉપરાંત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.