વાહનનો ઈ-મેમો ન ભરનારે કોર્ટમાં જવું પડશે: ચલણની રકમ વત્તા દંડ પણ ભરવાનો
જૂનના ત્રણ દિવસમાં 5460 કેસ આવ્યા
- Advertisement -
90 દિ’માં દંડ ન ભરાય તો ટ્રાફિક કોર્ટમાં મોકલાય છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હવે ઈ-મેમો મોકલ્યાના 90 દિવસ બાદ કેસને વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ટ્રાન્સફર કરાય છે. ત્યારે ગત 3 મેથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધી 70 હજાર જેટલા કેસ ઈ-કોર્ટમાં આવ્યા છે. જેમાં 41,722 જેટલા કેસ પ્રોસિડ થયા છે. જ્યારે 1427 લોકોએ કોર્ટની કાર્યવાહી અગાઉ જ દંડ ભરી દીધો છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી 9 લાખનો દંડ જમા થયો છે. 3 મેથી ટ્રાફિકના ઇ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ છઝઘના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સંકલન થયું છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઇ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઇ છે.
જો ચાલુ મહિનાની વાત કરવામાં આવે તો 1 જૂનથી લઈને 3 જૂન સુધીમાં 5,460 કેસ આવ્યા છે. જેમાંથી 3,800 કેસ પ્રોસિડ થયા છે, જ્યારે 183 લોકોએ ઓનલાઈન દંડ ભર્યો છે. જેમાં 1,27,250 રૂપિયાના દંડની આવક થઈ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જો ટ્રાફિક અને છઝઘનો ઇ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરી હોય તો તે સમય અવધિ બાદ આપમેળે ઇ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામા આવે છે. આ કેસોમાં વાહનના માલિકને નોટિસ અને મોબાઈલ ફોન પર જખજ મોકલાય છે. આ જખજમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હોય છે. જો દંડ ભરનારને દંડની રકમ સામે વાંધો હશે, તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.
3 મોટા શહેરમાં ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરાયું
અત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરવામાં આવ્યા છે. આ કોર્ટ ચાલુ થઈ ત્યારથી લઈને 31 મે સુધીમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કુલ 64,340 ટ્રાફિક કેસ કોર્ટમાં આવ્યા છે. જેમાંથી 37,922 પ્રોસિડિંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 1244 લોકોએ ઓનલાઈન દંડનું પેમેન્ટ કર્યું છે. આ દંડ પેટે 7,73, 200 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
SBI ઇ પેમેન્ટથી ઈ-ચલણ ભરવું પડશે
આ ઇ-ચલણનું પેમેન્ટ જઇઈં ઇ પેમેન્ટ ગેટવે સાથે સંલગ્ન છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઞઙઈં, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાય છે.