ઇઝરાયલ દ્વારા સહાય અવરોધિત કરવામાં આવતા ગાઝામાં ઓછામાં ઓછા 60,000 બાળકો કુપોષિત છે
પેલેસ્ટાઈનના વિસ્તારમાં અનાજ, માંસ, મરઘી, શાક અને દૂધ વ.ની અત્યંત તંગી છે : પાણીની પણ અસાધારણ તંગી છે : અલ જજીરા
- Advertisement -
યુએનની માનવીય સહાય સંસ્થા (ઓ.સી.એચ.એ.) એ ગુરૂવારે જણાવ્યું હતું કે ઈઝરાયલી સેનાએ ગાઝા સ્થિત હમાસ અને પેલેસ્ટાઈનીઓને શિક્ષા કરવાના હેતુથી ત્યાં પહોંચતી સહાય બંધ કરી દીધી છે. પરિણામે માર્ચ મહિનામાં 3696 પેલેસ્ટાઈનની બાળકોને કુપોષણની તકલીફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં છે.
આ માહિતી આપતાં ન્યૂઝ ચેનલ અલ જઝીરા કહે છે કે ફેબ્રુઆરીમાં આ સંખ્યા ૨૭૨૭ની હતી.
યુએનની ઓર્ગેનાઈઝેશન ફોર ચીલ્ડ્રન્સ હોપ એજન્સી (ઓ.સી.એચ.એ.)આ કુપોષણનું મુળ કારણ આપતાં જણાવે છે કે ઈઝરાયલી સૈન્યે પેલેસ્ટાઈની પ્રદેશમાં જતા ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, માંસ, મરઘી-બતક, શાકભાજી અને દૂધ વગેરે પેલેસ્ટાઈનીઓને શિક્ષા કરવાના હેતુથી ત્યાં જતાં બંધ કરી દેતાં તે બધાની અસામાન્ય તંગી ઉભી થઈ છે. તેટલું જ નહીં પરંતુ પાણી પણ પૂરતું પહોચતું નથી. પરિણામે ઉનાળો બેસી ગયો હોવા છતાં પેલેસ્ટાઈનીઓ અત્યંત મુશ્કેલી વેઠી રહ્યા છે, તેનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે.
- Advertisement -
આ બધું વ્યવસ્થિત રીતે ત્યાં પહોંચે તે માટે યુદ્ધ-વિરામ અનિવાર્ય છે. તેમ કહેતાં અપહ્યતો માટેના અમેરિકાના વિશેષ દૂત આદમ બાટેલર જણાવે છે કે, આ યુદ્ધ વિરામ ત્યારે જ શક્ય બને કે જ્યારે હમાસ તેણે બંધક રાખેલા અપહ્યતોને મુક્ત કરે. બીજી તરફ હમાસ કહે છે કે પહેલાં યુદ્ધ વિરામ થાય તે સાથે બાકી રહેલા બંદીવાનોને અમે છોડી દેશું. તો બીજી તરફ ઈઝરાયલ સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું, અમારી નીતિ બહુ સ્પષ્ટ છે. અમે માનવીય સહાય રોકવાને એક શસ્ત્ર તરીકે જ માનીએ છીએ. તે હમાસને દબાવવાનો હેતુ કરવામાં થાય છે.
18 મહિનાથી ચાલતા આ યુદ્ધમાં ૫૧૦૦૦ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે. 5 લાખથી વધુ વિસ્થાપિત થયા છે. 116432 ઘાયલ થયા છે.