કોરોનામાં ગરબા પણ સાવેચતી સાથે..
સોસાયટીઓ દ્વારા શું પગલાં લેવાઇ રહ્યા છે ?
- 60%થી વધારે લોકો ન થાય તે રીતે ગરબાનું આયોજન થશે.
- વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ ગરબામાં એન્ટ્રી મળી શકશે
- ઉપરાંત સોસાયટી સિવાયના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે
- અમૂક સોસાયટીઓમાં આ વખતે 2-3-5-7 દિવસ માટે ગરબાનું આયોજન કરાયું છે.
- ફૂડ અને કેટરિંગની વ્યવસ્થા નથી રખાઇ
- ખેલૈયાઓ અને ઓડિયન્સ બંને માટે અલગ બાઉન્ડ્રી બનાવવામાં આવશે
- ગણતરીની સોસાયટીઓમાં ખેલૈયાઓ માટે પણ માસ્ક પહેરવું જરૂરી
- થોડી સોસાયટીઓમાં માત્ર દશેરાનાં દિવસે ફાફડા -જલેબીનાં ફૂડ પેકેટ આપવાનો વિચાર
- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આરતી કરવામાં આવશે
રાસોત્સવમાં જવાનો લોકોનો ઓછો વિચાર !
નવરાત્રિમાં ગરબા રમવા માટે યુવા હૈયાઓ અત્યારથી થનગની રહ્યા છે, પણ સાથે સાથે આ વર્ષે અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના ડરના કારણે યુવાઓ રાસોત્સવમાં જવાના મુડમાં નથી અને સોસાયટીના આયોજનમાં જ પોતે જોડાશે તેમ કહ્યું હતું.