US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અનુસાર દેશનિકાલ કરાયેલાં ભારતીયોની સંખ્યામાં 3 વર્ષમાં 400%નો વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના વર્ષ 2024 ના વાર્ષિક અહેવાલ 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો. તે અનુસાર આ વર્ષે, દર છ કલાકે એક ભારતીયને યુએસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
2021માં કુલ 59011 લોકોને યુએસમાંથી ડીપોર્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 292 ભારતીયો હતાં. 2024 માં કુલ 271484 લોકોને ડીપોર્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 1529 ભારતીયો હતાં. આ 400 ટકાનો વધારો દર્શાવે છે.
એક ભારતીય સેન્ટ્રલ એજન્સીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વર્ષોથી ડીપોર્ટ કરવાની સંખ્યામાં વધઘટ યુએસ ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફાર, અમલીકરણ પ્રાથમિકતાઓ અને યુએસ અને ભારત વચ્ચેનાં દ્વિપક્ષીય કરારો સહિતનાં વિવિધ પરિબળોને કારણે 2024 માં આ વધારો થયો છે.
2019 અને 2020 ના કોવિડ વર્ષો દરમિયાન, યુએસ પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન, કુલ 3928 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછાં ભારત મોકલવામાં આવ્યાં હતાં. 2021 માં જ્યારે જો બાઈડેને યુએસ પ્રમુખ તરીકે પદ સંભાળ્યું, ત્યારે 2024 નો અહેવાલ બહાર પાડવામાં આવ્યો ત્યાં સુધી દેશનિકાલ કરાયેલાં ભારતીયોની કુલ સંખ્યા 3467 પર પહોંચી ગઈ હતી.
આઇસીઈએ પહેલાથી જ દેશ નિકાલ માટે નિર્ધારિત વ્યક્તિઓની સૂચિ તૈયાર કરી છે, અને લગભગ 18000 બિનદસ્તાવેજીકૃત ભારતીયોને પોતાને ઘરે પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નવેમ્બર 2024 સુધીનાં આઇસીઈ ડેટા દર્શાવે છે કે, 17940 ભારતીયો એવાં 14.4 લાખ લોકોમાં સામેલ છે જેમને યુએસમાંથી હટાવવાના અંતિમ આદેશ મળ્યો છે.
- Advertisement -
છેલ્લાં 5 વર્ષોમાં USમાંથી ડીપોર્ટ કરાયેલાં ભારતીયોની સંખ્યા
વર્ષ ડીપોર્ટ સંખ્યા
2019 1616
2020 2312
2021 0292
વર્ષ ડીપોર્ટ સંખ્યા
2022 0276
2023 0370
2024 1529