આ દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સૌથી ખાસ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહાશિવરાત્રી આ વખતે 8 માર્ચ શુક્રવારના દિવસે છે. મહાશિવરાત્રાનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતી માટે ઉજવવામાં આવે છે. હિંદૂ પંચાગ અનુસાર ફાગળ માસના કૃષ્ણ પક્ષની ચોદશે મહાશિવરાત્રી આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભગવાનના 12 જ્યોતિર્લિંગોનું પણ પ્રાગટ્ય થયું હતું.
- Advertisement -
મહાશિવરાત્રા 2024 શુભ મુહૂર્ત
મહાશિવરાત્રીની શરૂઆત 8 માર્ચે રાત્રે 9.57 પર થશે અને સમાપન બીજા દિવસે સાંજે 6.17 પર થશે. ઉદયા તિથિ અનુસાર મહાશિવરાત્રિ 8 માર્ચે જ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિની પૂજા નિશિતા કાળમાં જ કરવામાં આવશે.
નિશિતા કાળ
8 માર્ચ રાત્રે 12.05થી લઈને 9 માર્ચ રાત્રે 12.56 સુધી
શુભ મુહૂર્ત
8 માર્ચ સાંજે 6.25 મિનિટથી શરૂ થશે અને સમાપન રાત્રે 9.28 મિનિટ પર થશે.
- Advertisement -
8 માર્ચ રાત્રે 9.28 મિનિટથી શરૂ થઈને સમાપન 9 માર્ચ રાત્રે 12.31 મિનિટ પર
માર્ચે રાત્રે 12.31 મિનિટથી શરૂ થશે અને સમાપન સવારે 3.34 મિનિટ પર.
સવારે 3.34 મિનિટથી લઈને સવારે 6.37 મિનિટ સુધી.
મહાશિવરાત્રીના દિવસે કરો ખાસ ઉપાય
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ વાળી તસ્વીરને પૂજા કરવાના સ્થાન પર લગાવો અને નિયમિત રીતે તેમની પૂજા કરો. સાથે જ ભગવાન શિવના મંત્રનો જાપ કરો.
મહાશિવરાત્રીના દિવસે ગાયને લીલુ ઘાંસ ખવડાવો. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે.
મહાશિવરાત્રીના દિવસે લોટથી 11 શિવલિંગ બનાવીને 11 વખત તેનો જળાભિષેક કરો. આમ કરવાથી સંતાન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
રોજ ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ ચડાવો. તેનાથી ઘરની બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.