રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધમાકેદાર પારી રમીને દિલ્હીની ટીમને છ વિકેટથી વિજય અપાવ્યો
IPl 2025માં કેએલ રાહુલ દમદાર શૈલીમાં ફરી મેદાનમાં ઉતર્યો છે. તેણે RCB સામે તોફાની ઈનિંગ રમીને પોતાની ટીમને વિજય અપાવ્યો.
- Advertisement -
IPL 2025ની ચાલી રહી છે સાથે અનેક એવા રેકોર્ડ આ વખતે બન્યા છે. તો KL રાહુલ એકદમ જુસ્સાથી ભરેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેણે હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધમાકેદાર પારી રમીને દિલ્હીની ટીમને છ વિકેટથી વિજય અપાવ્યો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાહુલે ચોથા ક્રમેથી બેટિંગ કરતા 93 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
KL રાહુલ કર્ણાટકના હોય અને અગાઉ RCB માટે પણ રમી ચૂક્યા છે, તેથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ તેમના માટે પોતાનું ઘર છે જેવો જ અનુભવ કરાવે છે. પોતાના ઘરના મેદાન પર RCB સામે જ એવી પારી રમીને, તેણે દર્શાવ્યું કે તેઓ હજુ પણ શ્રેષ્ઠ પ્લેયર્સમાં એક છે. મેચ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે તેની 111 રનની અતૂટ ભાગીદારી ટીમ માટે મહત્વપૂર્ણ બની હતી. રાહુલની આ શાનદાર ઇનિંગને કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા. મેચ પછી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ સાથે વાતચીત દરમ્યાન પણ રાહુલ એ કહેલું કે, “આ મારું મેદાન છે.” આ પર અક્ષરે હસીને જવાબ આપ્યો કે, “હા, આ તું જ છે. ફક્ત તું જ.”
પિતા બન્યા બાદ તેમની રમતની અંદર એક જુદી જ એનર્જી દેખાઈ રહી છે. તેણે સ્પષ્ટ કહ્યું કે હવે તેની રમતની પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે તે મુકાબલાને નિયંત્રણમાં લે છે, ન કે ફક્ત ટકી રહેવાની કોશિશ કરે છે. તેની તાજી શૈલી અને ધમાકેદાર ફોર્મ જોઈને કહીએ તો વાંધો નહિ કે IPL 2025માં KL રાહુલ ફરીથી પોતાનું શ્રેષ્ઠ દેખાડી રહ્યો છે.