ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના સંબંધીઓ, પરિવારના સભ્યો સુરંગની બહાર તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા તો સાથે સાથે આખો દેશ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ કામદારોને બહાર કાઢ્યા પછી તેમની પ્રારંભિક તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માટે તબીબો અને નિષ્ણાતોની ટીમ ત્યાં તૈનાત પણ તૈનાત હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રીના ફોન પર પળે પળની અપડેટ્સ લઈ રહ્યા હતા. પીએમઓના ઘણા અધિકારીઓ પણ ટનલની બહાર હાજર હતા.
તમને જણાવી દઈએ કે NDRF, SDRF, ભારતીય સેના અને અન્ય રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જેમાંથી ઘણા લોકોએ અને અધિકારીઓએ 41 ફસાયેલા મજૂરોના બચાવ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, અમે એવા મહત્વના નામો વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ સફળ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવો તેમના વિશે જાણીએ..
- Advertisement -
IAS અધિકારી નીરજ ખૈરવાલ
IAS અધિકારી નીરજ ખૈરવાલને સિલ્ક્યારા ટનલ તુટી જવાની ઘટના માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા 10 દિવસથી બચાવ કામગીરીની દેખરેખ અને કમાન્ડિંગ કરી રહ્યા હતા. ખૈરવાલ બચાવ સ્થળ પરથી સીએમઓ અને પીએમઓને કલાકદીઠ અપડેટ આપી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડ સરકારમાં સચિવ પણ છે.
"Wonderful Achievement": Australian PM hails rescue of 41 workers trapped in Uttarakhand tunnel
- Advertisement -
Read @ANI Story | https://t.co/tZ8OXq00dw#AustralianPM #ArnoldDix #UttarakhandTunnelRescue pic.twitter.com/2BqUbXp51W
— ANI Digital (@ani_digital) November 29, 2023
માઇક્રો-ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપર
ક્રિસ કૂપર દાયકાઓથી માઇક્રો-ટનલિંગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. આ બચાવ કામગીરી માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. તેઓ 18 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તેમનો અનુભવ ઘણો અસરકારક સાબિત થયો છે. કૂપરે પોતે કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આગ્રહ કર્યો હતો. તેઓ ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ છે.
#WATCH | On the successful evacuation of all the workers from Uttarkashi tunnel, " Suresh Kumar Daral, NDRF says, " Our officers are always ready to face this kind of challenges…this was one of the biggest operations in the history of our nation…" pic.twitter.com/6nBxVtNI1n
— ANI (@ANI) November 28, 2023
લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), સભ્ય, NDRF
સૈયદ અતા હસનૈન, ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને NDRF ટીમના સભ્ય છે. તેઓ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂમિકાની દેખરેખ કરી રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ હસનૈન અગાઉ શ્રીનગરમાં તૈનાત ભારતીય સેનાના GOC 15 કોર્પ્સના સભ્ય હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં તેમની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી હતી.
#WATCH | On successful evacuation of all the workers from Uttarkashi tunnel, Mohsen Shahidi, DIG, NDRF says, " Rescuing 41 trapped workers itself was a challenge…last intervention was a joint operation from NDRF and SDRF…so many agencies were involved in the rescue… pic.twitter.com/KrzDjLz5f7
— ANI (@ANI) November 28, 2023
ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ
વૈજ્ઞાનિક સંશોધક અને અંડરગ્રાઉન્ડ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ડિક્સ 20 નવેમ્બરે ટનલ સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે છેલ્લા 7 દિવસમાં દરેકને સકારાત્મક રહેવાની સલાહ આપી. ડિક્સ ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપે છે. ઉપરાંત તેઓ આ ટનલ બનાવવામાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે.
રેટ હોલ માઇનિંગ નિષ્ણાતોની ટીમ
માઈક્રો-ટનલિંગ, મેન્યુઅલ ડ્રિલિંગ અને ફસાયેલા કામદારોને બચાવવા માટે મધ્યપ્રદેશથી છ રેટ હોલ માઈનિંગ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. આ લોકોએ કામદારોને બહાર કાઢવા માટે નાખવામાં આવેલી સાંકડી 800 એમએમ પાઇપ પર નજર રાખી છે. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સ્થાનિક ડ્રિલિંગ નિષ્ણાતો, પર્યાવરણ નિષ્ણાતો, NDRF અને SDRFના સભ્યો તેમજ ભારતીય સેનાને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા.