ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે, ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા ફળોનું વધુ સેવન કરવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ હતો હોય છે. નોંધનીય છે કે ઉનાળાની ઋતુમાં અપચો અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ વધી જાય છે અને એટલા માટે ક આ સિઝનમાં વધુને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ઉનાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાની પણ જરૂર છે જેથી મોસમી રોગોથી બચી શકાય. જો કે એટલા માટે જ ઉનાળામાં મોસમી ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉનાળાના મોસમી ફળોમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. ચાલો જાણીએ કે આ સિઝનમાં કયા ફળોનું વધુ સેવન કરવું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
- Advertisement -
1. સંતરાઃ
હેલ્થ એક્સપર્ટસ અનુસાર ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં સંતરા ખાવા જોઈએ. સંતરામાં હાજર બીટા કેરોટીન અને વિટામિન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સાથે જ તેમાં સારી માત્રામાં ફાઈબર, વિટામિન-બી અને ફોલેટ પણ જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં આ ફળની માંગ ઝડપથી વધી જાય છે.
- Advertisement -
2.લીચી:
સામાન્ય રીતે આ ફળ દરેક ઋતુમાં ખાવા જોઈએ પણ ઉનાળાની ઋતુમાં તેનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. આ ફળમાં વિટામિન બી અને સીની સાથે કોપર અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
3. જાંબુ:
ઉનાળામાં જાંબુ ખાસ ખાવા જોઈએ. આ ફળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. જાંબુમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન સી અને પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ પણ હોય છે.
તરબૂચ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું મુખ્ય ફળ છે તરબૂચમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ ફળ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
5. અનાનસ:
અનાનસમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે આ સાથે જ તે પ્રોટીન અને ચરબીના પાચનમાં પણ ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતથી બચાવે છે. એટલા માટે ઉનાળામાં પણ અનાનસનું સેવન કરવું જોઈએ.